Skip to product information
1 of 2

Yovan - Gujarati

Yovan - Gujarati

Regular price ₹10.00
Sale price ₹10.00 Regular price ₹10.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

Weight : 75.0 g

Height : 21 cm

Width : 14 cm

યુવાની એ જીવનની વસંત છે; જીવન ઘટમાળનો સોનેરી સમય છે. યુવાનીમાં યોગ્ય રાહબર મળી જાય તો વસંત લેખે લાગે. સોનેરી સમયનો સર્જનાત્મક ઉપયોગ થાય. યુવાની એટલે કંઈક પામવાની ઉંમર. યુવાનીમાં ઉત્સાહ હોય, આદર્શ હોય, થનગનાટ હોય, શરીરમાં શક્તિ હોય આ બધું જ હોય, પરંતુ જો સંસ્કારી વાતાવરણ ન હોય, ને સંયમ અને સદાચાર ન હોય તો યુવાની નિરર્થક જાય.
બળ હોય પણ સપયોગે ન વપરાય, બુધ્ધિ હોય પણ વિદ્યાપ્રાપ્તિમાં ન વપરાય તો બળ અને બુધ્ધિનો અર્થ ન સરે. આજે ઘણા યુવાનો વ્યસન અને ફેશનમાં સમય અને સંપત્તિનો હોમ કરે છે. આજે ઘણી ટી. વી. ચેનલોએ અને બિભત્સ ચલચિત્રોએ યુવાનોને કવામાં ધકેલવાનું કાર્ય કર્યું છે. છતાં સમાજ અને સરકાર આ તરફ દુર્લક્ષ્ય સેવી રહ્યાં છે. આ આવતી કાલનાં ચિંતાજનક ચિહ્નો છે.
રાજકોટ ગુરુકુલ આ અંગે જાગૃતિ દાખવીને ગામડે ગામડે યુવક મંડળો સ્થાપીને યુવાનોને યોગ્ય રાહે લઈ જવા મથી રહ્યું છે. એનાં ચોકકસ સારાં પરિણામ આવ્યાં છે. કાર્યની નિષ્ઠા, સેવાની ભાવના અને ધ્યેયપૂર્ણ જીવન દ્વારા યુવાનો જીવન સાફલ્યની ચાવીઓ હાથ કરી શકે આ માટે યુવાનોએ ઉત્તમ આદર્શ જીવન જીવી ગયેલા મહાપુરુષો, વૈજ્ઞાનિકો, સેવાભાવીઓને પોતાના આદર્શ તરીકે સ્વીકારવા જોઈએ.
ઉચ્ચ આદર્શ પૂર્ણ જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે એવું આ યૌવન પુસ્તક લખીને ભાઈ શ્રી અરવિંદભાઈ ધોળકિયાએ બહુ સુંદર કાર્ય કર્યું છે, જેને રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાહિત્ય પ્રકાશન વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
યુવાનો સમજી વિચારીને આ પુસ્તકનો જીવનમાં ઉપયોગ કરશે તો ચોકકસ વ્યસન, ફેશનથી બચી કિંમતી શરીર, સમય અને સંપત્તિ દ્વારા જરૂર આલોક પરલોકમાં સુખી થશે.
કોઠારી શ્રી દેવકૃષ્ણદાસના જય શ્રી સ્વામિનારાયણ

View full details

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
  • Return & Exchanges*

  • 100% Secure Payments

  • Customer Support

1 of 3