Yamdand Chachitra
Yamdand Chachitra
Couldn't load pickup availability
Weight : 214.0 g
Height : 17.5 cm
Width : 24 cm
જહાઁ સે બુદ્ધિ કા અંત હોતા હૈ વહાઁ સે ધર્મ કી શુરૂઆત હોતી હૈ, અર્થાત્ જહાઁ સેે વિજ્ઞાન કા અંત હોતા હૈ વહાઁ સે શ્રદ્ધા કી શરૂઆત હોતી હૈ.
ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે. જો કે વૈજ્ઞાનિકો કે સંશોધકોને પણ પોતાના કાર્યમાં શ્રદ્ધા તો રાખવી જ પડે છે. ખરા સંશોધક કે બ્રહ્માંડના રહસ્યોને ઉકેલનાર મોટા આઇન્સ્ટાઇન આદિ વૈજ્ઞાનિકોએ અંતે તો પરમ આસ્તિક બની પરમશકિતને બ્રહ્માંડના રહસ્ય માટે અને સૃષ્ટિના સમતોલન (બેલેન્સ) માટે કારણભૂત ગણાવી છે.
વિજ્ઞાન ભૌતિક જગતને માને છે. ધર્મમાં ભૌતિક જગત ઉપરાંત આધ્યાત્મિક જગતને પણ માનવામાં આવે છે. આધ્યાત્મિક જગત એ દેખાતું નથી, પણ શ્રદ્ધાનો વિષય છે. સંત કવિ કહે છે, પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતું લેવું નામ જોને. મસ્તક મૂકવાનો અર્થ છે બુદ્ધિ કે મગજના તર્ક-વિર્તકને વિરામ આપી એકવાર સ્વીકારી લો. ભગવાનને માર્ગે માનવાથી અને સ્વીકારવાથી જ અડધું કામ થઇ જાય છે; બાકીનું કામ એ માર્ગે આગળ વધવાથી અને સાધના કરતા રહેવાથી થતું રહે છે.
વ્યવહાર માર્ગ બધો પૈસાથી ચાલે છે. આધ્યાત્મ માર્ગ સારાં નરસાં કર્મોનાં ફળ, અર્થાત્ પાપ-પુણ્યથી ચાલે છે એમ નહિ, પરંતુ તેના આધારે જીવાત્માની ગતિ, સદ્ગતિ કે અધોગતિ થતી રહે છે. તેનો નિર્ણય કરનારા અને ચલાવનારા તો એક ઈશ્ર્વર તત્ત્વ જ છે. સારાં નરસાં કર્મોનાં ફ્ળના દેનારા પરમેશ્ર્વર સહુના હૃદયમાં સાક્ષી બની અંતર્યામીરૂપે બિરાજમાન છે.
આ લોકમાં કે આ દુનિયાના દેશોમાં પોતપોતાના કાયદાઓ અને બંધારણ હોવા છતાં બધા દેશોનું એક સાર્વત્રિક(યુનિવર્સલ) બંધારણ અને નિયમો હોય છે, જે હરકોઇ દેશોના નાગરિકોએ પાળવાના હોય છે.
કાયદાઓ અને બંધારણ કરી દેવાથી દેશ ચાલતો નથી, એના પાલન માટે કોર્ટ કચેરી અને દંડ કે સજા ભોગવવા કેદખાનાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અપરાધીનો જેવો ગુન્હો તેવો તેને દંડ દેવામાં આવે છે. ગમે તેવા ન્યાયાધીશ કે વકીલો હોય તો તેને પણ પોતાના દેશના બંધારણ મુજબ કાયદાઓ તો પાળવાના જ રહે છે, તો જ તેને નાગરિક તરીકેના ફાયદાઓ મળે છે. કોઇ માણસ બીજા માણસને પગાર આપે છે તો સાથે અપેક્ષા પણ રાખે છે કે આનાથી અમારુ કંઇક વધારે સારું થશે. અમારુ કંઇક કામ કરી આપે. એમ ન કરે અને કંઇક નુકસાન કરે તો દંડ પણ કરે અને સજા પણ ભોગવાવે.
ભગવાન જે કોઇ ચૈતન્ય આત્માને કૃપા કરીને મનુષ્ય જન્મ આપે છે ત્યારે તેની પાસે થોડીક અપેક્ષા પણ રાખે છે કે આ મારી સર્જેલી સૃષ્ટિમાં મનુષ્ય તરીકેની ફરજ પણ બજાવશે. જેથી સૃષ્ટિ સરખી રીતે ચાલે; પરંતુ આ તો 3ર લક્ષણો માણસ કહેવાય, દ્વારકા મોકલ્યો હોય તો દીવ જઇને ઊભો રહે, કોઇના બાપની તો શું ? ભગવાનની પણ જરાય બીક નહિ! થોડીક સત્તા, સંપત્તિ, પ્રતિષ્ઠા અને જોબન અવસ્થાનું જોર હોય એટલે કહે, હું ભગવાન-બગવાનમાં માનતો નથી, ત્યાં સુધી વાંધો નહિ, પછી સ્વતંત્ર બનીને પાપકર્મમાં પ્રવર્તે છે.
આ પાપ-પુણ્યકર્મના લેખાં જોખાં ભગવાન અતિ દયાળુ હોવાથી માણસ જીવતો હોય ત્યારે તો કરતા નથી. ઘણીવાર એવું કર્મ હોય તો જીવતા પણ કરાવે, બાકી બહુધા પરલોક ગમન પછી આવા પાપકર્મની સજારૂપે આ બ્રહ્માંડની જેલરૂપે યમપુરીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ત્યાં મુખ્ય જેલર કે ન્યાયાધીશ તરીકે યમરાજા 14 કરોડ જમગણ સાથે અદલ ફરજ બજાવે છે. આ જમપુરીમાં જુદા જુદા પાપકર્મની સજા ભોગવવા જુદા જુદા કુંડની રચના છે. તે કેવા પાપકર્મની કેવી સજા થાય છે, તેનું વર્ણન ભગવાન વેદવ્યાસજીએ ભાગવત અને ગરુડ પુરાણમાં કર્યું છે.
સંપ્રદાયમાં શ્રીજી મહારાજના જ વચને સંસારનો ત્યાગ કરી ભગવાન શ્રીહરિની કૃપાથી કવિત્વ શક્તિને પામેલા વૈરાગ્ય મૂર્તિ સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ સંપ્રદાયના પ્રથમ ગ્રંથ તરીકે યમદંડ ગ્રંથની રચના કરેલ છે. સદ્. આધારાનંદ (સિદ્ધાનંદ)સ્વામીએ પણ યમયાતના ગ્રંથ સાથે સચિત્ર યમદંડની રચના કરી છે. સંપ્રદાયમાં તેની હસ્તપ્રતો સચવાયેલી છે. તેના ઉપરથી સચિત્ર યમદંડ ગ્રંથનું પ્રકાશન વર્ષોથી વડતાલ જ્ઞાનબાગ તરફથી પાર્ષદ કાનજી ભગત અને શિષ્ય લાલજી ભગત આદિએ કરેલું છે. પ. પૂ. શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પે્રરણાથી સ્વા.મંદિર, કુંડળ દ્વારા પણ આ સચિત્ર યમદંડ ગ્રંથ મૂળરૂપમાં પ્રકાશિત થયેલ છે. રાજકોટ ગુરુકુલના અમૃત મહોત્સવ પ્રસંગે પ.પૂ. ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞા અને પૂ. ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ સુરત ગુરુકુલમાં પુજારી સંત શ્રી વિવેકસ્વરૂપદાસજી સ્વામી અને પૂ. શ્રી વિશ્ર્વસ્વરૂપદાસજી સ્વામીએ રાજસ્થાનના કારીગર કનૈયાલાલ પેન્ટર પાસે આમાં આવતા યમદંડના ચિત્રો દોરાવ્યા છે. ગુરુકુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને બાળમંડળના બાળકોની એક કાયમી જરૂરિયાતને પહોંચી વળવા આ સચિત્ર યમદંડ બુકનું પ્રકાશન કરવામાં આવેલ છે. આ ગ્રંથનું આર્થિક સૌજન્ય સંતોના કૃપાપાત્ર પ.ભ. શ્રી હરેશભાઇ મહેતાએ પોતાના અ. નિ. માતૃશ્રી કાંતાબેન જીવરાજભાઈની સ્મૃતિમાં સ્વીકારેલ છે.
આ ગ્રંથમાં ચિત્રો ઉપરથી શ્રીમદ્ ભાગવતપુરાણ અને સંપ્રદાયમાં પ્રચલિત ‘યમદંડ’ ગ્રંથના પ્રમાણોનું શોધન અને આલેખન પૂ. શા. શ્રી હરિબળદાસજી સ્વામીએ ઉત્સાહથી કરેલ છે. શાસ્ત્રોકત વિગત સંકલન કરવામાં પૂ. શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી તથા પ.ભ. ડો. શ્રી નિમેષભાઇ મુંગરા સાહેબ તથા સાહિત્ય પ્રકાશનમાં સેવા આપતા સંતો ભક્તજનોએ મદદ કરેલ છે. સાધુ રસિકવલ્લભદાસજીએ સંકલનની સેવા બજાવી છે. સંસ્થાના અમૃત મહોત્સવ પ્રસંગે બહુ ટૂંકા ગાળામાં આ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. પ. ભ. શ્રી રમણીકભાઈ રૂપારેલિયા સાહેબે પ્રુફ તપાસવાની સેવા બજાવી છે. આ પુસ્તિકા પ્રકાશનનો હેતુ ઈશ્ર્વરના સ્વરૂપની જન સમાજને વિશેષ પ્રતીતિ આવે એ જ છે.
આ પુસ્તકની આ પ્રથમ આવૃત્તિ છે તેમાં પૂરતું ધ્યાન આપવા છતાં કંઈ ક્ષતિ રહી જવા પામી હોય તો ક્ષમ્ય ગણી આ સચિત્ર યમદંડનું પઠન થાય એજ અભ્યર્થના..


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support