Skip to product information
1 of 2

Vidurniti Pustak

Vidurniti Pustak

Regular price ₹20.00
Sale price ₹20.00 Regular price ₹20.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

Weight : 64.0 g

Height : 18 cm

Width : 12.5 cm

શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં નિર્દેશેલા આઠ સશાસ્ત્રોમાં મહાભારત અંતર્ગત વિદુરનીતિનું નૈતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ છે. જેમાં મનુષ્યો માટે વ્યાવહારિક જીવનના ઉચ્ચ આદર્શો દર્શાવ્યા છે. શ્રીજીનું -દર્શન એકાંગી નથી પણ સર્વાંગી છે. પોતાના આશ્રિતોને પરિપૂર્ણ બનાવવા માટે તેમનું આધ્યાત્મિક અને વ્યાવહારિક જીવન પણ શ્રેષ્ઠ સદ્ગુણો અને સર્વોચ્ચ નૈતિક ધોરણોથી અલંકૃત હોવું જોઈએ, એવું શ્રીજી ઈચ્છતા. આપણા જીવનમાં સર્વદેશી સમજણનો યોગ્ય રીતે વિકાસ થાય તે માટે શ્રીજીમહારાજે આપણને સર્વધર્મ સમભાવી શિક્ષાપત્રીનું પ્રદાન કર્યું છે; પરંતુ સાથો સાથ તેમાં દર્શાવેલ આઠ સત્શાસ્ત્રોનો અભ્યાસ કરીને આપણા જીવનનો સત્સંગી તરીકે સર્વાંગી વિકાસ સાધી શકીએ.
માંડવ્ય ઋષિના શાપથી દાસીની કૂખે જન્મેલા ધર્માત્મા વિદુરજી યમરાજના અવતાર અને ધૃતરાષ્ટ્ર તથા પાંડુના ઓરમાન ભાઈ હતા. ધર્મપરાયણ ને પરમ ભક્ત વિદુરજી નીતિશાસ્ત્રના પ્રખર પંડિત અને પ્રવર્તક હતા. સત્યનિષ્ઠ, સ્પષ્ટ વક્તા, ધર્મમર્મજ્ઞ અને ન્યાય-નીતિના સમર્થક વિદુરજી મહારાજા ધૃતરાષ્ટ્રના સલાહકાર મંત્રી તરીકે સેવા બજાવતા હતા.
પુત્ર સ્નેહાંધ ધૃતરાષ્ટ્ર જ્યારે પાંડવો પ્રત્યે અન્યાયયુક્ત કોઈ યોજના કરતા કે અયોગ્ય નિર્ણય લેતા ત્યારે વિદુરજી તેમને ન્યાયયુક્ત -નીતિ-રીતિ સમજાવવા પ્રયત્નશીલ રહેતા. સજ્જનો હંમેશાં ન્યાય અને ધર્મનો પક્ષ લેતા હોય છે અને અન્યાય તથા અધર્મનો વિરોધ દાખવતા હોય છે. આથી જ સજ્જનોને દુર્જનોનો અયોગ્ય વિરોધ ને ત્રાસ સહન કરવો પડતો હોય છે. આવું જ વિદુરજીના જીવનમાં પણ બન્યું હતું. યુદ્ધ -ન ઈચ્છનાર વિદુરજી યુદ્ધ સમયે તીર્થાટનમાં નીકળી પડ્યા હતા. અવધૂતવેશમાં ફરતા વિદુરજીએ ફળફૂલ અને કંદમૂળ ખાઈ વર્ષો સુધી તીર્થોમાં પરિભ્રમણ કર્યું હતુ. વિદુરજી સ્વયં જક્તવિરક્ત હતા જ. તેમની ન્યાય-નીતિનો અંતે સાચા અર્થમાં વિજય થયો અને આજે પણ જગતને એમાંથી ન્યાયનીતિના શાશ્વત મૂલ્યો અંગે અનેં પ્રેરણાપાથેય મળતું રહે છે.
ગુકુલમાં યોજાતા બ્રહ્મસત્ર, જ્ઞાનસત્ર અને વિદેશયાત્રા દરમ્યાન શ્રીજીમાન્ય આઠ સશાસ્ત્રોમાંના એક 'વિદુરનીતિ'ની કથા સ.ગુ. પુરાણી શ્રી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામીએ પોતાની રસપ્રદ, પ્રભાવી અને આગવી શૈલીમાં કરેલી છે. તે શ્રોતાઓને સહેલાઈથી આ ગ્રંથ પ્રાપ્ત થઈ શકે તેવી શુભ ભાવનાથી આ ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યું છે. આ માટે ૫.ભ. શ્રી જગજીવનભાઈ ગિરધરભાઈ પટેલે ઘણા ટૂંકા સમયમાં આ વિદુરનીતિ પુસ્તકનું સંપાદન કરીને સત્સંગ સાહિત્યની સેવાકાર્યનો સ્તુત્ય પ્રયાસ કર્યોછે.
વિદુરનીતિ ગ્રંથની આ ત્રીજી આવૃત્તિનું પ્રકાશન ગુરુકુલ રાજકોટના સાહિત્ય પ્રકાશન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. કોમ્પ્યુટરરાઈઝ ટાઈપ સેટીંગમાં તથા પ્રુફ શુદ્ધિ માટે સદ્વિદ્યાના -સહતંત્રી પ.ભ. શ્રી સુરેશભાઈ ભટ્ટ સાહેબે શ્રી ભટ્ટ સાહેબે અને સાધુ રસિકવલ્લભદાસજી પ્રશંસનીય સેવા બજાવી છે. શ્રીહરિની તેમના પર પ્રસન્નતા ઉતરે એ જ મંગલ કામના.

View full details

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
  • Return & Exchanges*

  • 100% Secure Payments

  • Customer Support

1 of 3