Vaysan Mukti - Gujarati
Vaysan Mukti - Gujarati
Couldn't load pickup availability
Weight : 58.0 g
Height : 18 cm
Width : 12 cm
કથા શ્રવણ એ સત્સંગનો પાયો છે. શરીર માટે જેમ ખોરાક, પાણી, હવા વગેરે અનિવાર્ય છે તેમ સત્સંગમાં સ્વસ્થતાથી ટકી રહેવા માટે કથાવાર્તા, ધ્યાન-ભજન, જપ-તપ વગેરે અનિવાર્ય છે. જેના જીવનમાં કથાવાર્તાનું પાચન થતું નથી તેને કુસંગના જુદા જુદા રોગ લાગુ પડ્યા છે એમ સમજવું. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને મોટા સંતોએ સત્સંગને નવપલ્લવિત રાખવા કથાવાર્તાનું સુંદર આયોજન કરેલ છે. દૈનિક જીવનમાં કથા ચૂકાય નહિ એવા દ્રઢ સંસ્કારો જૂના સંતો અને સત્સંગીઓમાં જોવા મળે છે. આજે આધુનિક પવન ફૂંકાયો છે ત્યારે કથાવાર્તાને નવા સ્વરૂપે મૂકવાની જરૂરિયાત ઉભી થઇ છે. કથા વાંચીને તેના ઉપર વાત કરનાર વક્તા ઉપર કથાનો ઘણો આધાર રહે છે. જમાનાની માગ પ્રમાણે ડોકટરો સુગર કોટેડ દવાઓ દર્દીઓને આપતા થયા છે. એ જ પ્રમાણે આજે માત્ર કથા સાંભળવાનો મહિમા કહેવાથી શ્રોતાઓ કથા શ્રવણ કરતા નથી પરંતુ તેમને પોતાના જીવનમાં કથા કઈ રીતે ઉપયોગી થાય છે તેવું સમજાવનારા વકતાની કથાવાર્તા કે પ્રવચનો સાંભળવામાં રસ પડે છે.

-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support