Vachanamrut Pocket Gujarati 2 Part
Vachanamrut Pocket Gujarati 2 Part
Couldn't load pickup availability
Weight : 285.0 g
Height : 12 cm
Width : 9 cm
'સંપ્રદાયની પુષ્ટિ તો સંપ્રદાય સંબંધી શાસ્ત્રથી જ થાય છે.' ઈષ્ટદેવ શ્રીહરિના આ હૃદગત અભિપ્રાયના મર્મજ્ઞ સદ્વિદ્યા સદ્ધર્મરક્ષક પ.પૂ. સદ્ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સને ૧૯૫૩માં રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુસ્કુલ મુદ્રણાલયની શરૂઆત કરીને સંપ્રદાયની પુષ્ટિ માટે સંપ્રદાય માન્ય સગ્રંથોનું પ્રકાશન ચાલુ કરેલું ને આજ સુધીમાં નાનામોટા બસો જેટલા ગ્રંથોનું પ્રકાશન થતું રહ્યું છે.
વચનામૃત ગ્રંથ એટલે ઈષ્ટદેવ સહજાનંદ સ્વામીના સદુપદેશનો નક્કર નિચોડ અને સરળ ભાષામાં સચોટ રીતે રજૂ થયેલ સંપ્રદાયના સિદ્ધાંતોનું સમગ્ર રહસ્ય. પ્રભુ પ્રાપ્તિ માટેની જીવનસાધનામાં ઉપયોગી હોય એવું એકેય પાસું શ્રીહરિએ આ વચનામૃતોમાં વર્ણવ્યા વગર રહેવા દીધું નથી. એમાં જીવનને ઊર્ધ્વગામી બનાવે એવાં અનેક પ્રેરણાપાથેય ભર્યા પડયા છે, એના અનુસરણથી મુમુક્ષુ છતે દેહે જ બ્રહ્મરૂપ બની પરબ્રહ્મ પરમાત્માના પરમ ધામને પામી જાય એવો આ સર્વોપરી સદ્દગ્રંથ છે.
યુવા વાચકવર્ગની સાનુકૂળતાને ધ્યાનમાં રાખી નાની પોકેટ સાઈઝમાં વચનામૃતની આ બીજી આવૃત્તિ છપાવીને પ્રસિદ્ધ કરેલ છે. સદ્વિદ્યા તંત્રી શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામીએ ખંતથી એનાં પ્રુફ તપાસ્યાં છે અને જરૂરી માર્ગદર્શન આપ્યું છે. ઉત્સાહી સાધુ શ્રી ત્યાગવલ્લભદાસજીએ પુસ્તકની સાઈઝ પ્રમાણે ટાઈપનું સેટીંગ તેમજ પેઈઝની ગોઠવણીમાં ખાસ લક્ષ્ય આપી સેવા બજાવી છે. સાધુ શ્રી પ્રભુચરણદાસજી અને સાધુ શ્રી વિવેકસ્વરૂપદાસજીએ ફોર કલર ટાઈટલની ડિઝાઈન તૈયાર કરવાની સરસ સેવા બજાવી છે.
આમ પ્રભુકૃપા, તેમજ સેવાભાવીઓના સહયોગથી વચનામૃતનું આ રમણીય પુસ્તક તૈયાર થયું છે. કમ્પ્યૂટર ટાઈપ સેટીંગ, ઓફસેટ પ્રિન્ટીંગ, સુંદર આકર્ષક અને ટકાઉ બાઈન્ડીંગ તેમજ આજની મોંઘવારી તેમ છતાં કિંમત વ્યાજબી રાખેલ છે.
શ્રીજી મહારાજના આ વાણી સ્વરૂપ વચનામૃતમાં કોઈ ક્ષતિ ન રહી જાય એ માટે ખંત ને ચીવટથી એના પ્રુફો તપાસવામાં આવ્યાં છે. પૂરતું ધ્યાન આપવા છતાં ખ્યાલ બહાર કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો સુજ્ઞજનો ક્ષમ્ય ગણશે.
અંતમાં આ વચનામૃત ગ્રંથ મોક્ષભાગી મુમુક્ષુ ભક્તજનોને પોતાની સાધનામાં કસર ટાળી આજ્ઞાઉપાસના અને સમજણની દૃઢતા, નિશ્ચયની નક્કરતા અને પ્રેમલક્ષણા ભક્તિની પરિપક્વતા સાધવામાં ઉપયોગી બની રહે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના.
રાજકોટ તા. ૬/૧૨/૨૦૧૩ સં. ૨૦૭૦, વચનામૃત જયંતી
શ્રીહરિકૃપાનુરાગી સાધુ દેવકૃષ્ણદાસના જય શ્રી સ્વામિનારાયણ


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support