Vachanamrut Medium Size Gujarati
Vachanamrut Medium Size Gujarati
Couldn't load pickup availability
Weight : 660.0 g
Height : 18 cm
Width : 12.5 cm
શ્રીજી મહારાજનાં વચનામૃતો એટલે પોતાના આશ્રિતજનો માટે સાકરનું નાળિયેર. તેમાં ત્યાગ ભાગને કોઈ સ્થાન નથી. સદ્. નિષ્કુળાનંદ સ્વામી કહે છે તેમ શ્રીહરિનાં બધાં વચનો-આજ્ઞાઓ વીસ વસાની છે. સદ્. ગોપાળાનંદ સ્વામી અને સદ્. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં તો આનો ભારોભાર મહિમા કહ્યો છે. વારે વારે જે તે વચનામૃતોનું વાચન કરાવ્યાનો તથા સિદ્ધાંત રૂપ વચન કહ્યાનો ઉલ્લેખ બંને સંતોની વાતોમાં સહજ થતો રહ્યો છે. વચનામૃત એ મોક્ષમાર્ગ માટે જીવન સંજીવની રૂપ છે. તેનો યોગ કોઇપણ દેશકાળમાં મુમુક્ષુને ભગવાન સાથેનો નાતો અખંડિત રાખે છે. ખુદ શ્રીજી મહારાજ પણ કેટલાક વચનામૃતોમાં કહે છે આ વાતો તો ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવી અદ્ભુત છે. નિર્વિકલ્પ સમાધિ કરતાં પણ ભગવાન પુરુષોત્તમ નારાયણનાં વચનો ધારવાં તે અધિક શાંતિને આપનારાં કહ્યાં છે.
મુમુક્ષુઓ માટે તો જીવને જન્મમરણ અને માયાનું બંધન થવામાં કારણરૂપ કારણ શરીર, વાસના તેમજ સ્વભાવોને દૂર કરવા આ ગ્ંરથનું અડગ શ્રદ્ધા અને આસ્તિકભાવથી થતું અનુષ્ઠાન જ પૂરતું છે. પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ રાજકોટ ગુરુકુલ દ્વારા આ ગ્રંથની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન સને 1961માં કરાવેલું. તે પ્રસ્તાવનાનું લખાણ અને સાથે પ.ભ. કવિ શ્રી ત્રિભુવનભાઈ વ્યાસે લખેલ ગ્રંથનો મહિમા પણ આ આવૃત્તિમાં પ્રાસાદિક વચનો જાણી રજૂ કરેલ છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા 1 લાખ ઉપરાંત વચનામૃતોની પ્રતો પ્રકાશિત થયેલ છે.
પૂ. ગુરુદેવે જીવનના ઉત્તરાર્ધ કાળમાં પોતાના આસને સંતો, ભક્તજનોની સભા યોજીને સમગ્ર વચનામૃતની કથા વંચાવીને શ્રીહરિના હૃદગત અભિપ્રાયો-રહસ્યોનું રસપાન કરાવેલ. તે જ્ઞાન વારસા સાથે હાલ પણ પૂ. દેવપ્રસાદદાસજી સ્વામી તથા પૂ. ધર્મવલ્લભદાસજી સ્વામી આદિ સંતો દ્વારા દરરોજ સવારની સત્સંગ સભામાં ચિંતનાત્મક કથા થાય છે. પ્રત્યક્ષ અને સંસ્થાની યુટ્યુબ ચેનલ દ્વારા દેશ વિદેશમાં હજારો ભક્તજનો તેનો લાભ લઇ રહ્યા છે. પૂ. ગુરુદેવે 1950માં પ્રારંભ કરેલ કાયમી રવિસભામાં પણ સંતો દ્વારા રાજકોટ, સુરત વગેરે શાખાઓમાં વચનામૃતની નિત્ય કથા થાય છે. પૂ. દેવપ્રસાદદાસજી સ્વામીએ કરેલ વચનામૃત ચિંતનના ચાર ભાગ પણ પ્રકાશિત થયેલ છે.
ત્રણેક વર્ષ પૂર્વે સમગ્ર સંપ્રદાયમાં વડતાલ પીઠાધિપતિ પ. પૂ. ધ. ધૂ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભ સંકલ્પથી કાર્યકર્તા વિદ્વાન વડીલ સંતોના માર્ગદર્શન મુજબ વચનામૃત દ્વિશતાબ્દી વર્ષ ઉજવાયેલ તે પ્રસંગે રાજકોટ ગુરુકુલ સાહિત્ય પ્રકાશન દ્વારા ઈષ્ટદેવની પરાવાણીરૂપ વચનામૃતો મુમુક્ષુ સાધક ભક્તજનોને પાઠ - અનુષ્ઠાનમાં તથા ચિંતન મનન કરવા વિશેષ ઉપયોગી બને તે માટે 14 મી આવૃત્તિ ટુ કલરમાં પ્રકાશિત કરવાનો સહજ પ્રથમ પ્રયાસ થયેલ, જેમાં પ્રશ્ર્નકર્તા આદર્શ સંત ભક્તજનોના તથા ઉત્તરકર્તા ગ્રંથના મુખ્ય વક્તા એવા શ્રીજી મહારાજનાં નામ જુદા કલરમાં તારવ્યાં છે. જે તે નામ સાથે તેમના દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નો તેમજ સિદ્ધાંતરૂપ વચનો અને મુદ્દારૂપ શબ્દોને બોલ્ડ કરવામાં આવ્યા છે. અગાઉની આવૃત્તિ મુજબ શરૂઆતના કલર પેજમાં શ્રીજી મહારાજનાં વસ્ત્રાલંકારો તથા પુષ્પો વગેરેની માહિતી પણ જેમની તેમ મૂકેલ છે.
આ ટુ કલર આવૃત્તિનું સંસ્થાના અમૃત મહોત્સવ પ્રસંગે સદ્વિદ્યાના તંત્રી અ. નિ. પ. પૂ. શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામીની પાવન સ્મૃતિ સાથે મોટી સાઇઝમાં નૂતન સંસ્કરણ સાથે સત્સંગ સમાજની ઉપયોગિતા અર્થે પ્રકાશન કરવામાં આવ્યું છે, જેમાં ગુરુકુલના ભૂ. વિ. સુરતવાસી પ. ભ. શ્રી ધીરજલાલ કોટડિયાએ આર્થિક સહાય કરેલ છે. આમાં ઉપયોગી થનાર સહુ કોઇ ઉપર ઈષ્ટદેવની જરુર કૃપા વરસશે.
-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support