Vachanamrut Kavya Bhag - 4
Vachanamrut Kavya Bhag - 4
Couldn't load pickup availability
Weight : 382.0 g
Height : 22 cm
Width : 15 cm
કાળમાં કટાય નહિ અને લક્ષ્ય ચૂકાવે નહિ તેવાં આ વચનામૃતના શબ્દો એ કેવળ શબ્દો નથી પણ ઉપનિષદાદિ ગ્રંથોની શ્રૃતિઓ કરતાંય ચઢિયાતા મંત્રો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે વહેલી સવારે, નમતી બપોરે, મોડી સાંજે કે અડધી રાત્રે સમય જોયા વિના તેમ સ્થળ જોયા વિના કથાવાર્તા કરી છે. એને નંદસંતોએ હૃદયસ્થ ને ગ્રંથસ્થ કરી આપણા સુધી પહોંચાડી છે. સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે વચનામૃત કરતાં બીજામાં માલ મનાય એ મોહ જાણવો. શાસ્ત્ર માત્રનો સાર કાઢીને શ્રીજી મહારાજે ગાગરમાં સાગર ભરી દીધા જેવું આ વચનામૃત છે જેનું પાન પાણીની જેમ નહિ પરંતુ રોટલાની જેમ ચાવીને, વિચારીને સમજીને વાંચન કરવાથી અમૃતના અને તૃપ્તિના ઓડકાર આવે છે. ગોળ અંધારામાં ખાય કે અજવાળામાં, ખાનારને ગળ્યો જ લાગે. કદાચ આ વાણી ન સમજાય તો વાંચન કરતાં રહેવાથી જરૂર ગળ્યું લાગશે. જીવને અધ્યાત્મ અને લૌકિક માર્ગે સુખીયા બનાવી દેનારું થશે. પૂજય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ નિયમિત પૂજામાં વચનામૃતનું વાંચન કરતાં, રવિ સભામાં અને નિત્ય સાંજે તેમના આસને વચનામૃતની કથા કરતાં. સુરત ગુરુકુલમાં ઠાકોરજીમાં સેવારત રહેતા શ્રી વિવેકસ્વરૂપદાસજી સ્વામીએ વચનામૃત દ્વિશતાબ્દીના ઉપલક્ષ્યું પ્રભુની ગથ પરાવાણીને પદ્યમાં ગૂંથી સંગીતના સથવારે વાંચન અને શ્રવણ કરવાની સુગમતા કરી આપી છે. શ્રીજી મહારાજ એમને વધુ શ્રદ્ધાવાન સાથે વિશેષ સાહિત્ય સેવા કરવાનું બળ આપે અને આપણે વાંચન, શ્રવણ દ્વારા શ્રીજીમહારાજના શબ્દોને જીવનમાં ઉતારી ધન્યભાગી બનતા રહીએ તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના સહ.....


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support