Updeshamrut Rasmadhuri
Updeshamrut Rasmadhuri
Couldn't load pickup availability
Weight : 158.0 g
Height : 21.5 cm
Width : 14 cm
સદાચાર મૂલક ભાગવતધર્મના પ્રવર્તક અને શિસ્તપાલનના હિમાયતી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના ત્યાગીગૃહી આશ્રિતજનોમાં ઉચ્ચ કોટીના સચ્ચારિત્રનું નિર્માણ કરવા ભારે તકેદારી અને સમજદારી કેળવતા રહ્યા. પોતે સતત સત્સંગ સભાઓ યોજતા ને સમયોચિત ટકોર પણ કરતા રહેતા.
એમણે આશ્રિતજનોને આપેલા હિતોપદેશ તો પારસમણિના સ્પર્શ સમાન અને સંજીવની ઔષધના સેવન જેવો છે. આ ઉપદેશામૃતને આચાર્ય ચૂડામણિ પૂ. શ્રી વિહારીલાલજી મહારાજની પુનિત પ્રેરણાથી ગુજરાતના મૂર્ધન્ય કવિ શ્રી દલપતરામજીએ ભક્તહૃદયને અસર કરે એવા છંદ છપયના રૂપમાં શ્રીહરિલીલામૃત ગ્રંથમાં પ્રસંગે પ્રસંગે ગુંથી લીધેલ છે.
આશ્રિતજનો માટે ખૂબ ઉપયોગી જાણીને આ બધાં ઉપદેશામૃત વચનોને શ્રીહરિલીલામૃત ગ્રંથમાંથી એકત્ર કરી એનું આ ઉપદેશામૃત રસમાધુરી ગ્રંથમાં સરસ સંકલન કરવામાં આવ્યું છે.
મોક્ષભાગી મુમુક્ષુઓને માટે તો આ ગ્રંથ વારંવાર વાગોળવા જેવો ઉપકારક છે. આ ગ્રંથના પાઠન પઠનથી ઈષ્ટદેવ શ્રીહરિમાં પ્રીતિરૂપ ભક્તિ, સદાચાર રૂપ ધર્મપાલનની દ્રઢતા, સંસારની અસારતા રૂપ વૈરાગ્ય અને વિનય વિવેકરૂપ સમજણ કેળવાય એવું એમાં અખૂટ જ્ઞાનવિજ્ઞાનનું પાથેય ભર્યું છે.
આ ઉપદેરાામૃત રસમાધુરી ગ્રંથની આ ત્રીજી આવૃત્તિનાં પ્રુફો તપાસવાની જટિલ સેવા સદ્વિદ્યા તંત્રી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી અને પાર્ષદ શ્રી વશરામ ભગતે કરેલ છે. આમ છતાં કોઈ ભૂલચૂક રહી જવા પામી હોય તો દરગુજર કરવા વિનંતિ છે. શ્રીહરિનાં આ ઉપદેશામૃતો કલ્યાણના સન્માર્ગે ચાલવા વિશેષ પ્રેરણાદાયી બની રહે એવી અંતરની અભ્યર્થના.

-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support