Upadeshamrut - Gujarati
Upadeshamrut - Gujarati
Couldn't load pickup availability
Weight : 238.0 g
Height : 21.5 cm
Width : 14 cm
પૃથ્વીપરના જીવોનું આ કળિકાળમાં આત્યંતિક કલ્યાણ શક્ય અને સુલભ બને એવા હેતુથી કરુણાનિધાન પરમકૃપાળુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયની સ્થાપના કરી. આ સંપ્રદાયની કલ્યાણમય પ્રણાલિકા દૃઢપણે દીર્ધકાળ સુધી ટકી રહે અને તેનો આશ્રય કરનારા અનેક જીવોનું કલ્યાણ થાય એવા ઉમદા હેતુથી અક્ષરસ્વરૂપ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી માન્ય સિદ્ધાંતો ઉપર ભાર દઈ બળવાન ભાષામાં સદુપદેશ આપ્યો છે.
સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના ઉપદેશમાં સત્સંગની નિષ્કામ સેવાવૃત્તિને જીવંત રાખી, સંસારની વાસનાને નિર્મૂળ કરી નાખવાની શક્તિ પડી છે. તેમના ઉપદેશમાં જીવોને શ્રીહરિમાં જોડી દેવાનું તાન દેખાય છે અને આ હેતુથી તેમણે આજ્ઞા અને ઉપાસનારૂપ સત્સંગનાં બે પ્રધાન તત્ત્વોને ભારે મહત્ત્વ આપ્યું છે. આ બંને તત્ત્વોની સિદ્ધિ માટે સત્પુરુષો અને સત્શાસ્ત્રોનો સંગ, આત્મવિચાર અને પરમાત્મનિષ્ઠાનું પ્રતિપાદન સ્વામીએ સચોટ દૃષ્ટાંતો દ્વારા કર્યું છે.
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલને એક હરિભક્ત તરફથી મળેલ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની આ વાતો-સદુપદેશને સંસ્થા દ્વારા ગ્રાહ્ય અને યોગ્ય સ્વરૂપમાં ‘ઉપદેશામૃત’ નામે સંપાદિત કરવામાં સાધુ શ્રી પ્રભુચરણદાસજીએ ભારે જહેમત ઉઠાવેલ. આ પ્રકાશનની પ્રથમ આવૃત્તિમાં ધનુર્માસમાં કથા શ્રવણ કરતા શ્રોત્રાગણોએ આર્થિક સહયોગ આપ્યો હતો.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support