Skip to product information
1 of 4

Tirthyatrana Sansmarno

Tirthyatrana Sansmarno

Regular price ₹20.00
Sale price ₹20.00 Regular price ₹20.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

Weight : 168.0 g

Height : 12 cm

Width : 18 cm

દુનિયાભરના મનુષ્યોના પાપોને પોતામાં સમાવનાર તીર્થો પોતાની સફાઈ માટે ચૈતન્ય એવા મહાપુરુષોની ચરણરજને કાયમ ઝંખતા જ હોય છે. ભગવાન કે ભગવાનના એકાંતિક સંતો પોતાની કર્મભૂમિ કે જન્મભૂમિથી હજારો ગાઉ દૂર આવેલ આ તીર્થોમાં વિચરણ કરી પુરાણા થયેલ તીર્થોને પુનઃ તીર્થત્વ પ્રદાન કરે છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠવર્ણીના વેષે ૧૧ વર્ષની કુમળીવયે કોઇપણ સાથ, સહકાર કે સાધન વગર ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, બર્મા અને ભારતદેશના ૧૭ રાજયોમાં ૧૨૫૦૦થી વધુ કિલોમીટરની પગપાળા યાત્રા કરી હતી. પોતે શિક્ષાપત્રીના (૧૪, ૧૯, ૨૧, ૮૩ અને ૧૫૫) શ્લોકમાં તીર્થ એવં યાત્રાની મહિમા અને ગરિમા બતાવી પોતાના નામ તીર્થકૃત્ (તીર્થ કરનારા) અને તૈર્થિકાર્ચિતઃ (તીર્થવાસીએ પૂજેલા) સાર્થક કર્યા.

ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સિદ્ધાંતોને પોતાના જીવનમાં સારધાર ઉતારનાર રાજકોટ ગુરુકુલના સંસ્થાપક અ.નિ. પરમ પૂજય સદ્. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પોતે અનેકવાર તીર્થયાત્રા કરી છે અને સ્પેશ્યલ ટ્રેન, બસ કે પદયાત્રા દ્વારા હજારો મુમુક્ષુઓને તીર્થયાત્રા કરાવી છે. ઇ.સ. ૧૯૩૩માં કરેલ અખિલભારતની યાત્રા અને ઇ.સ. ૧૯૪૭માં કરેલ હિમાલયની પદયાત્રાનું વર્ણન પૂ. સ્વામીએ સ્વહસ્તે લખેલ છે. પ્રસ્તુત પુસ્તકમાં પૂ. સ્વામી લિખિત યાત્રા વર્ણનને સ્વામીના જ હસ્તાક્ષરો સહિત પ્રકાશિત કરાયું છે. આ તીર્થયાત્રાના સંસ્મરણો’ આપણને વધુ એક આધ્યાત્મિક ઊંચાઇ પમાડે એવી શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના...

View full details

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
  • Return & Exchanges*

  • 100% Secure Payments

  • Customer Support

1 of 3