Swabhavik Cheshta Vivechan
Swabhavik Cheshta Vivechan
Couldn't load pickup availability
Weight : 451.0 g
Height : 19 cm
Width : 21.5 cm
જેના ચેષ્ટા અને સ્વભાવ આપણને સ્વાભાવિક રીતે જ ગમે તે જ આપણા ખરા સ્નેહી છે. સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામીને ભગવાન શ્રી સ્વામિનારાયણની એક એક ચેષ્ટા અને સ્વભાવ સારા તો લાગતા જ હતાં પરંતુ તેમાં અહોભાવ પણ દેખાતો હતો. સ્નેહી પ્રત્યેની ઉર્મિ, કોડ, અહોભાવ તેમણે આ ' પ્રથમ શ્રીહરિને રે... ' એ સ્વાભાવિક ચેષ્ટા -
નિયમના ૧૦ પદોમાં અદ્ભૂત રીતે વર્ણવ્યો છે. સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી આદિ સંતોએ પ્રેમાનંદ સ્વામી રચિત આ ૧૦ પદો અને વંદુના ૮
પદો સંતો-ભક્તોને નિત્ય ગાવાનો પ્રબંધ ક્યોં છે.
શ્રીજી મહારાજના ગુણો, ચરિત્રો, લીલાઓ, ચેષ્ટાઓને ગાવા, મનને તે સાથે જોડી મહારાજના સ્વરૂપમાં સહેજે વધુ અનુરાગી બનાવવા પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજીએ સુરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં યોજાતી ' સહજાનંદી ' સભામાં આ પદોનું વિશેષ મહિયા, ભક્તિ સભર વિવેચન કરેલ. આ નિયમ ચેષ્ટાના પદોને શબ્દદેહ આપી અ.નિ. પૂ. શ્રી જોગી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં જૂનાગઢમાં
યોજાયેલ સર્વમંગલ મહોત્સવ પ્રસંગે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા પ્રકાશન થઈ રહ્યું છે.
આ પદોનું નિત્ય ગાન-પાન કરનાર સંતો ભક્તોને આ પુસ્તિકા વિશેષ બળ આપનાર બની રહેશે તેવી આશા સાથે.....
સાધુ દેવકૃષ્ણદાસના જય સ્વામિનારાયણ


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support