Supadyavali
Supadyavali
Couldn't load pickup availability
Weight : 43.0 g
Height : 16.5 cm
Width : 10.5 cm
પ્રભુપરાયણ એવા સત્પુષોનાં ચિંતન, મનન અને અનુભવના અર્કરૂપે સર્જાતાં સાહિત્યમાં જનહિત સહેજે વણાતું રહેતું હોય છે. આવા પ્રાસાદિક પદ્ય સાહિત્યમાંથી પ્રસાદીરૂપે પુરાણી શ્રીહરિદાસજીએ આ સુપદ્યાવલિનું સુંદર સંકલન કર્યું છે. એની આ બીજી આવૃત્તિમાં સદ્. મુક્તાનંદ સ્વામી રચિત ‘મુક્તાનંદ કાવ્ય' અંતર્ગત સત્સંગ શિરોમણિ પ્રબંધ ઉપરાંત કેટલીક અન્ય પ્રેરણાદાયી પદાવલિઓ સમાવી છે.
આ સંકલિત પદાવલિઓમાં જીવન ઉપયોગી ઘણું પ્રેરણા પાથેય ભરેલું છે. જે કંઠસ્થ કરીને જીવનમાં વણવા જેવું છે. આ સુપદ્યાવલિઓ મુમુક્ષુ ને શ્રદ્ધાળુ સાધકના જીવનને ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના મંગલ ચતુષ્યથી હર્યુંભર્યું બનાવે એવી પ્રાણવાન છે. એટલું જ નહીં કથાકારો, પ્રવચનકારો, આખ્યાનકારો અને ભજનિકો માટે પણ પોત પોતાના વિષયને રસસભર બનાવવામાં ઉપયોગી છે.
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુસ્કુલ સત્સંગ સાહિત્ય પ્રકાશન દ્વારા સુપદ્યાવલિની આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરી છે. જેને સત્સંગ સમાજના ભાવિકો તરફથી સારો પ્રતિસાદ મળશે. એવી આશા રાખીએ છીએ.
સાધુ લક્ષ્મીનારાયણદાસજી પ્રકાશન વિભાગ શ્રી સ્વામિનારાયણ ગુસ્કુલ, રાજકોટ


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support