Supadyam
Supadyam
Couldn't load pickup availability
Weight : 240.0 g
Height : 21.5 cm
Width : 14 cm
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાસ્ત્ર અને સાહિત્યનું આગવું સ્થાન રહ્યું છે. આ સાહિત્ય મુખ્યત્વે ગદ્યાત્મક અને પદ્યાત્મક એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. એમાં પણ પદ્ય સાહિત્યની અસરકારકતા કંઇક અનોખી છે. પદ્યાત્મક ગીતો, છંદો, ચોપાઇઓની રચના અર્થ અને પ્રાસ સભર હોય છે. જેમાં ભગવદ્ મહિમા, મધુરતા અને ઉપદેશનું ભારોભાર નિરૂપણ જોવા મળે છે.
લલિતકળાના પોષક શ્રી સ્વામિનારાયણ ભગવાને ગીત, વાદ્ય અને નૃત્યના માધ્યમોથી પદ્ય સાહિત્યનો વિચાર વિસ્તાર કર્યો. અક્ષરમૂર્તિ સદ્ગુરૂ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પદ્યસાખી, સવૈયા, ચોપાઇનો અચૂક ઉપયોગ જોવા મળે છે. પરંપરાગત એ સાહિત્ય વારસો પુરાણી શ્રી ગોપીનાથદાસજી સ્વામીએ પચાવ્યો. પુરાણી સ્વામી સાહિત્યમાં વિશેષ રસ ધરાવતા. એમણે કેટલાય સંતોને સાહિત્ય ભણાવી કથાકાર તૈયાર કરેલા. પુરાણી સ્વામી પોતાની હયાતીમાં જ સુપાત્ર શિષ્ય સાધુ ધર્મજીવનદાસજીને સંસ્કૃત-પ્રાકૃત જ્ઞાનવારસો આપતા ગયા.
શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ઇ.સ. 1976 થી 1982 સુધી સાત વર્ષ વડતાલમાં સંસ્કૃત વિદ્યાભ્યાસ કર્યો. સિદ્ધાંત કૌમુદી, કાવ્યો, સત્સંગિજીવન, ભાગવત, ગીતા, ઉપનિષદો, વેદાંત, વ્યાસસૂત્ર, તેમજ ન્યાયના તલસ્પર્શી અભ્યાસ દ્વારા શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ જૂનાગઢ મંદિરમાં સ્થિર થઇ સૌરાષ્ટ્ર પ્રાંતમાં કથા પારાયણો, યજ્ઞ-ઉત્સવો, મંદિર નિર્માણ, વ્યસનમુકિત વગેરે સત્સંગ ઉત્કર્ષના કાર્યો કરવા લાગ્યા.
સદ્ગુરૂ શ્રી નારાયણદાસજી સ્વામી, સદ્ગુરૂ શ્રી કૃષ્ણચરણદાસજી સ્વામી, સદ્ગુરૂ શ્રી રૂગ્નાથચરણદાસજી સ્વામી આદિ વરિષ્ઠ સંતોને અનેક વખત શ્રીમદ્ સત્સંગિજીવન, હરિલીલાકલ્પતરૂ, હરિલીલામૃત, વચનામૃત, શિક્ષાપત્રીભાષ્ય, નિષ્કુળાનંદ કાવ્યની કથા સંભળાવી અપાર રાજીપો પ્રાપ્ત કર્યો. સાધુતા યુક્ત જીવનથી શાસ્ત્ર અને સાહિત્યનો સુમેળ સાધી રસાળ ને ચોંટદાર શૈલીમાં કથા કરતાં શાસ્ત્રી ધર્મજીવનદાસજીને આશિષ આપતા સદ્ગુરૂ શ્રી નારાયણદાસજી સ્વામીએ કહેલું કે, સાધુરામ ! તમે ગુરૂવર્ય પુરાણી ગોપીનાથદાસજીનો વારસો જાળવ્યો ખરો !!!
સદ્. શાસ્ત્રીજી મહારાજ ગદ્ય-પદ્ય વાંચન લેખનમાં સહજ રૂચિ ધરાવતાં. પોતે આજીવન સાચા વિદ્યાર્થી બનીને શીખતા રહ્યા અને સદ્ગુરૂ બનીને શીખવતા રહ્યા. તેઓમાં સંસ્કૃત શ્ર્લોક અને ગુજરાતી પદ્યો સમજાવવાની સારી પકડ હતી. જિજ્ઞાસાવૃત્તિ વાળા પૂ. સ્વામી જ્યારે જ્યાંથી જે જે કંઇ પ્રેરક પંકિતઓ મળે તે પોતે તૈયાર કરેલ પાકી બૂકમાં લખી લેતાં. આજની જેમ એ વખતે પુસ્તકો, પદાર્થોનો બહોળો યોગ ન હતો. તેમ છતાં સાહિત્ય પ્રત્યેની સદ્રૂચિને લીધે તેમણે સારરૂપ સૂકિત્તઓનું સંશોધન કર્યુ છે.
ઇ.સ. 1930ની આજુ બાજુ એટલે કે 85 થી 90 વર્ષ પૂર્વે પૂ. સ્વામીએ આ બૂક તૈયાર કરેલી છે. 250 ઉપરાંત પેઇજની આ બૂકના 66 પેઇજમાં ગુજરાતી પદ્ય સાહિત્ય (અન્યત્ર શાસ્ત્ર-પુરાણોના એક હજાર ઉપરાંત સંસ્કૃત શ્ર્લોક) ગૂંથાયેલ છે. પૂ. સ્વામીએ 85 વર્ષે પોતાના આસને આ બૂકમાંથી વિજ્ઞાનકા જહાં અંત હોતા હૈ, ધર્મ વહાંસે શરૂ હોતા હૈ... પાના નં. 66 વાંચી સંભળાવ્યું અને કહ્યું, હું બનારસ યુનિવર્સિટી જોવા ગયેલ ત્યાં દિવાલ પર લખેલું હતું તે મેં ઉતાર્યુ છે. આખી બૂક પેન્સિલથી આંકી છે અને કાળજી પૂર્વક જાળવી છે.
30 વર્ષની યુવાન વયે અનેક ગામડાઓનું સત્સંગ વિચરણ, ઉના જૂનાગઢ રાજકોટ મંદિરોમાં મહંતાઇની જબરી જવાબદારી, હિમાલયની પદયાત્રા, રાજકોટ ગુરૂકુલની ગંજાવર પ્રવૃતિ વચ્ચે પણ આ પુસ્તકનું સારા સ્વરૂપમાં સચવાયેલું રહેવું એ પૂ. સ્વામીની ચોક્કસાઇ પૂર્વક જાગૃતિનું દ્યોતક છે. આમાંથી મોટાભાગનું સાહિત્ય પૂ. સ્વામીને કંઠસ્થ હતું. જેનો પડઘમ એમના બુલંદી રાગે થતી રસદાર ક્થાશૈલીમાં પડઘાતો. ઉદાત માનસી પૂ. સ્વામીએ દરેક ધર્મ અને સત્પુરૂષોની પદ્ય રચનાઓ નોંધી છે.
પ.પૂ. ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી આ પુસ્તકનું સંકલન શ્રી પ્રભુચરણદાસજી સ્વામી તથા સાધુ વિશ્ર્વજીવનદાસજીએ કર્યુ છે. કલા સંયોજન શ્રી વિશ્ર્વસ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી ચિરાગ સુતરીયાએ કરેલ છે. પ્રુફ રીડીંગમાં શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા તથા શ્રી બાબુભાઇ રાણપરીયા અને ટાઇપીંગમાં અનિલસિંહ ઝાલા તથા તુષારભાઇ ઉપાધ્યાયનો સહકાર સાંપડ્યો છે. આ પુસ્તકનું સહર્ષ સૌજન્ય સુરત નિવાસી શ્રી દિલીપભાઇ રવજીભાઇ ખેર તથા શ્રી ધીરૂભાઇ વલ્લભભાઇ કોટડીયાએ સ્વીકારેલ છે.
સદ્. શાસ્ત્રીજી મહારાજે પોતાના હસ્તાક્ષરે હજારો પાનાઓમાં પદ્ય સાહિત્ય ભરી સત્સંગ સમાજમાં પ્રવાહીત કર્યુ છે. જેમાંથી અંજલી સ્વરૂપે એક પુસ્તક આપના હાથમાં મૂકતા આનંદ અનુભવીએ છીએ. પ્રસ્તુત પુસ્તકમાં પૂ. સ્વામી લિખિત હસ્વ દીર્ધની જોડણી યથાવત્ જ રાખી છે. સાંપ્રદાયિક કીર્તનો, પ્રાચીન ભજનો, પ્રેરક સાખીઓ, ચોપાઇ, છંદ અને સુવાક્યોનો સારક પદ્યસંગ્રહ આપના જીવનમાં પ્રેરણા પાથેય પુરૂં પાડે એ જ અભિલાષા...

-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support