Subhashit Rasmadhuri
Subhashit Rasmadhuri
Couldn't load pickup availability
Weight : 0.0 kg
Height : 21 cm
Width : 13 cm
પ્રસ્તાવના
સંસ્કૃત દેવગિરા છે. સંસ્કૃતિનો પ્રાણ સંસ્કૃત છે. તેમાં વિશેષ રૂપમાં સુભાષિતો અને સૂકિતઓનું સર્જન અને આલેખન અનુપમ અને અજોડ છે. ગહન તાત્ત્વિક રહસ્યોનું સરળ ભાષામાં આલેખન એટલે સુભાષિતો. માણસના વ્યક્તિગત જીવનને અંદરથી ઘડીને - પરિવર્તિત કરી મહામાનવના પંથે પે્રરનાર આ સંસ્કૃત સુભાષિતો અને સૂક્તિઓ છે. સામાજિક વ્યવહારિક, પારિવારિક, રાજકીય કે આધ્યાત્મિક નીતિરીતિનું હૃદયસ્પર્શી અનુભૂતિઓનું ઊંડાણ સુભાષિતોમાં સમાયેલું હોય છે, જે માનવસમાજને મજબૂત સુસંગઠિત અને સુસંસ્કૃત બનાવવાની આધારશીલા રૂપ બની રહે છે. આ સુભાષિતો આધ્યાત્મિક અને ભૌતિક જીવનની સફળતાના પંથે પ્રજવલિત દીપકની જેમ પ્રકાશ પાથરે છે.
ભારતીય સંસ્કૃતિ એ માત્ર પરંપરા નહીં; પરંતુ એક જીવંત ચેતના છે, જેના મૂળ જ્ઞાન, ભક્તિ અને કર્મની ત્રિધારાએ સિંચાયેલા છે.
સંસ્કૃત સુભાષિતો એટલે સંસ્કૃત સાહિત્યરૂપી મહાસાગરનાં અણમોલ રત્નો. રત્નકણિકા કરતાં પણ મૂલ્યવાન એવાં આ સુભાષિતો માનવજીવનનાં અને વ્યવહારનાં તમામ પાસાં પર પ્રકાશ પાડે છે. સનાતન સત્યને રજૂ કરનારાં આ સુભાષિતોમાં પરંપરાપ્રાપ્ત અનુભવોનો નીચોડ હોય છે. આ સુભાષિતો સંસ્કૃત સાહિત્યનો જ નહિ પણ ભારતીય સંસ્કૃતિનો પણ અમૂલ્ય વારસો છે. સાવ સરળ ભાષામાં લખાયેલાં આ સુભાષિતો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ઉપદેશાત્મક પણ હોય છે. જેમ કડવું ઔષધ મધ વગેરેનાં અનુપાન સાથે દર્દીને પાઈ દેવામાં આવે છે તેમ આ સુભાષિતો દ્વારા લોકવ્યવહાર, પ્રશંસા, નિંદા, ઉપાલંભ અને નીતિમત્તાનો બોધ દૃષ્ટાંત દ્વારા સરળ ભાષામાં આપી દેવામાં આવે છે. આ સુભાષિતો સૌને અલૌકિક અને સાત્ત્વિક આનંદની અનુભૂતિ કરાવનારાં છે. સંસ્કૃતભાષા અને સંસ્કૃતસાહિત્ય અતિ સમૃદ્ધ ગણાવા માટેનાં કેટલાક કારણોમાં એક કારણ છે આ સુભાષિતો !
સનાતન સત્ય ત્રિકાલાબાધિત હોય છે અર્થાત્ તેને કાળનાં બંધનો હોતા નથી, ત્રણેય કાળમાં સમાન રીતે સાચા ઠરે છે. આ સનાતન સત્ય જેટલાં પ્રાચીનકાળમાં પ્રસ્તુત હતાં એટલાં જ આજે અર્વાચીનકાળમાં પણ પ્રસ્તુત છે.
સંસ્કૃત સાહિત્યના શણગારરૂપ આ સુભાષિત શ્લોકો અણમોલ રત્નો છે, સાહિત્યનો અદ્ભૂત શણગાર છે. સંસ્કૃત સાહિત્યમાં એનું આગવું સ્થાન છે. સંસ્કૃત કવિઓએ આ મૂલ્યવાન સુભાષિતો સિવાય બીજું કશું આપ્યું ન હોત તો પણ તેની ગરિમા લેશમાત્ર ઓછી ન અંકાઈ હોત! આ ભવ્ય અને દિવ્ય વારસાના આપણે સૌ વારસદાર છીએ. તેનું જતન અને પ્રવર્તન એ આપણી ભારતીય નાગરિક તરીકે પવિત્ર ફરજ બની રહે છે.
આ `સુભાષિત રસમાધુરી' પુસ્તકનું સંકલન-આલેખનનું ઉમદા સેવાકાર્ય પૂજ્ય ગુદેવ શાસ્ત્રીજી મહારાજ અને પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામીના કૃપાપાત્ર રાજકોટ ગુકુલ વિદ્યાલયમાં સંસ્કૃત શિક્ષક તરીકે જીવનપર્યંત અદલ સેવા બજાવી હજારો વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર, સંસ્કૃતિ અને સંસ્કૃતની જ્ઞાનજ્યોત પ્રગટાવનાર શ્રી રમણીકભાઈ રૂપારેલિયાસાહેબે કર્યું છે, જેઓ પૂજ્ય ગુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી નિવૃત્તિ બાદ રાજકોટ ગુકુલ સાહિત્ય પ્રકાશન વિભાગમાં તથા છેલ્લાં કેટલાક વર્ષથી `સદ્વિદ્યા' મેગેઝીનના સહતંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓના આદર્શ જીવનના અનુભવની સાથે તેઓ સંસ્કૃત ભાષાના મર્મજ્ઞ છે. તેઓએ સુભાષિત-સૂક્તિઓનું યથાર્થ ગુજરાતી ભાષાંતર અતિ સુગમ, સરળ અને પોતાની મૌલિક ભાષામાં કર્યું છે.
રાજકોટ ગુકુલ સાહિત્ય પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત આ પુસ્તિકા પ્રત્યેક ક્ષેત્રના અને વયના વાચકોને સત્ય, શાંતિ, સમર્પણ, સફળતાના માર્ગે આગળ વધવા માટે સજ્જ કરે છે. આ પુસ્તિકા એ માત્ર વાંચનનું સાધન નહીં; પરંતુ જીવનમાં ઉચ્ચ આદર્શો અપનાવવાનું સાધન બની રહેશે, સાથો સાથ સંસ્કૃત ભાષાનું જતન અને તેની આધ્યાત્મિક દિવ્યતા અને ગરિમાને આગળ ધપાવવામાં અતિ ઉપયુક્ત બની રહેશે.
આ સેવાકાર્યમાં સેવા સહયોગ આપનારા સર્વ કોઈ સેવાભાવીઓનું ભગવાન શ્રીહરિ સર્વ પ્રકારે મંગલ વિસ્તારે એવી અભ્યર્થના સહ,

-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support