Skip to product information
1 of 2

Shu Apne Dharmik Chhiye ?

Shu Apne Dharmik Chhiye ?

Regular price ₹10.00
Sale price ₹10.00 Regular price ₹10.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

Weight : 37.0 g

Height : 18 cm

Width : 12 cm

કથા શ્રવણ એ સત્સંગનો પાયો છે. શરીર માટે જેમ ખોરાક, પાણી, હવા વગેરે અનિવાર્ય છે તેમ સત્સંગમાં સ્વસ્થતાથી ટકી રહેવા માટે કથાવાર્તા, ધ્યાન-ભજન, જપ-તપ વગેરે અનિવાર્ય છે. જેના જીવનમાં કથાવાર્તાનું પાચન થતું નથી તેને કુસંગના જુદા જુદા રોગ લાગુ પડયા છે એમ સમજવું. ભગવાન સ્વામિનારાયણ અને મોટા સંતોએ સત્સંગને નવપલ્લવિત રાખવા કથાવાર્તાનું સુંદર આયોજન કરેલ છે. દૈનિક જીવનમાં કથા ચૂકાય નહિ એવા દૃઢ સંસ્કારો જૂના સંતો અને સત્સંગીઓમાં જોવા મળે છે. આજે આધુનિક પવન ફૂંકાયો છે ત્યારે કથાવાર્તાને નવા સ્વરૂપે મૂકવાની જરૂરિયાત ઊભી થઈ છે. કથા વાંચીને તેના ઉપર વાત કરનાર વક્તા ઉપર કથાનો ઘણો આધાર રહે છે. જમાનાની માગ પ્રમાણે ડૉક્ટરો સુગર કોટેડ દવાઓ દર્દીઓને આપતા થયા છે. એ જ પ્રમાણે આજે માત્ર કથા સાંભળવાનો મહિમા કહેવાથી શ્રોતાઓ કથા શ્રવણ કરતા નથી પરંતુ તેમને પોતાના જીવનમાં કથા કઈ રીતે ઉપયોગી થાય છે તેવું સમજાવનારા વક્તાની કથાવાર્તા કે પ્રવચનો સાંભળવામાં રસ પડે છે.ટુવડ gાક
પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજીની કથાવાર્તા સાંભળવા માટે શ્રોતાઓ હંમેશા ઝંખના કરે છે, કારણ કે તેઓ શ્રોતાઓના માનસ .પારખીને તે પ્રમાણે સ્વાધ્યાય, ચિંતન, મનન કરીને કથામૃત પીરસે છે. પ્રબળ પુરુષાર્થ કરીને પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજીએ શ્રોતાઓને કથારસમાં ઓતપ્રોત કરવાની કલા હસ્તગત કરી છે.
વિશાળ વાંચન એનો પાયો છે અને સતત ચિંતન દ્વારા તેમાં તેઓ વિવિધ રંગ પૂરતા રહે છે. પુરાણીનું કથામૃત તેમના પ્રવચનો અને કેસેટો દ્વારા સત્સંગ સમાજમાં ફેલાતું રહ્યું છે. હવે આ કથામૃત પુસ્તકો દ્વારા ઘરે ઘરે પહોંચશે ત્યારે આબાલ વૃદ્ધ સૌ કોઈ જયારે ઇચ્છે ત્યારે કથાવાર્તાનો સ્વાદ લઈ શકશે. સત્સંગના રહસ્યો અને સંસ્કારો યુક્ત આ પુસ્તકો સૌને પ્રેરણાસ્પદ બનશે એવી આશા छे.
ગુરુકુલના મહોત્સવો, કથા પારાયણો, જ્ઞાનસત્ર - બ્રહ્મસત્ર તેમજ ધનુર્માસની કથાઓમાં પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીએ રજૂ કરેલા પ્રવચનોને ગ્રંથાકાર મૂકવાનો પ્રયાસ અમદાવાદ ગુરુકુલમાં સેવા કરતા સાધુ નિર્ગુણજીવનદાસજી સ્વામી, શ્રી ઉમેશભાઈ યાજ્ઞિક, નંદકીશોરભાઈ, કીર્તિભાઈ વગેરેએ કર્યો છે. પંચવર્તમાન, નિત્ય પૂજા, અન્ન તેવું મન, વ્યસન મુક્તિ, મારી પાસે સમય નથી, શું આપણે ધાર્મિક છીએ?, જીવન શા માટે?, મૃત્યુ ચિંતન વગેરે પુસ્તકો વિશ્વમંગલ મહોત્સવ પ્રસંગે પ્રકાશિત થઈ રહ્યા છે તે ખૂબ જ આનંદની વાત છે. સત્-સાહિત્ય પીરસવાની, પ્રગટ કરવાની અને તેમાંથી જીવન વિષે પ્રેરણા લેવાની ઉચ્ચભાવના સૌમાં વૃદ્ધિ પામે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના.
- સાધુ દેવકૃષ્ણદાસના જય શ્રી સ્વામિનારાયણ

View full details

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
  • Return & Exchanges*

  • 100% Secure Payments

  • Customer Support

1 of 3