Shree Mahapurushdasji Swami Jivan Kavan
Shree Mahapurushdasji Swami Jivan Kavan
Couldn't load pickup availability
Weight : 125.0 g
Height : 21 cm
Width : 13.5 cm
પ્રાતઃ સ્મરણીય સદ્ગુરુ સ્વામીશ્રી મહાપુરુષદાસજી (ગુરુસ્વામીજી)ના મુખ્ય શિષ્ય અક્ષરનિવાસી સદ્ગુરુ શ્રી રૂગનાથચરણદાસજી સ્વામીએ ગુરુશ્રીના ચમત્કારો લખેલી બુક મને આજથી ત્રીસેક વર્ષો પહેલાં મોકલેલી.
કેટલાક વ્યવહારના કામકાજથી તેમજ ‘શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસ’ લખી છપાવવાની પ્રવૃત્તિમાં તે બુક કબાટમાં ધાર્મિક પુસ્તકો સાથે મુકાઈ જતાં તદ્દન એ વાત વિસરાઈ ગઈ.
થોડાક માસ પહેલાં તે બુક મળતાં એ ગુરુઋણ ઉતારવા (છાપી પ્રસિદ્ધ કરવા)ની પ્રવૃત્તિ આદરી. એક-બે શ્રીમંત સત્સંગી સ્નેહીઓને છપાવી દેવાનું કહી તજવીજ કરી; પરંતુ દેશકાળના સંયોગે કોઈ યજમાન મળ્યા નહિ.
અનાદિકાળથી ચાલ્યું આવેલ છે કે ‘‘કવિઓ-પંડિતોના ઘર ઉપર સરસ્વતી દેવીની કૃપા ખૂબ ઉતરે છે; પરંતુ લક્ષ્મીદેવીની અમીદૃષ્ટિ ઓછી હોય છે.’’
ઉપરના કારણે ઘણા વિચારના અંતે તેમજ મારી વૃદ્ધાવસ્થા (૬૯મું વર્ષ ચાલુ થતાં)ના કારણે આ લઘુ પુસ્તક જેમ બને તેમ વહેલું પ્રસિદ્ધ કરવાનું વિચારી શ્રી કાલાવડ સ્વામિનારાયણ મંદિરમાંથી લોન ઉપાડી શ્રીજીકૃપાથી આ પ્રકાશન કરવામાં આવેલ છે, એટલે આ બુકના વેચાણમાંથી ઉત્પન્ન આવે તે શ્રી કાલાવડ સ્વામિનારાયણ મંદિરમાં પાછી તે રકમ જમા કરાવવામાં આવશે.
સ્વામીશ્રીનાં વરદાઈ વચનોથી જન્મેલા હજી મારા માફક મારા ગુરુબંધુઓ સૌરાષ્ટ્રમાં હયાત હશે; પરંતુ તેઓશ્રીનો મને પરિચય નહિ હોવાથી હું તેઓને લખી શકેલ નથી. હવે તે વિશે વિનંતી કરું છું કે કિંચિત્ગુરુઋણમાંથી મુક્ત થવાની આપણને આ સોનેરી તક સાંપડી છે તો યથાશક્તિ આ બુકો ખરીદી સત્સંગમાં તેનો પ્રચાર કરાવે તેમ ઈચ્છું છું.
સદ્ગુરુ સ્વામીશ્રી મહાપુરુષદાસજી સ્વામીશ્રીના અક્ષર આત્માને પ્રસન્ન કરવા કોઈ દાનવીર સત્સંગી બંધુઓ આ બુકો ખરીદી સંતો અને સત્સંગમાં સ્વામીશ્રીનો મહિમા સમજી જિજ્ઞાસુઓને અપાવશે તેને પડતર કિંમતે આપવામાં આવશે એ જ અભ્યર્થના.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support