Shree Laxminarayan swami Sahitya Smruti
Shree Laxminarayan swami Sahitya Smruti
Couldn't load pickup availability
Weight : 260.0 g
Height : 21 cm
Width : 14 cm
પૂ. લક્ષ્મીનારાયણદાસજી સ્વામી સેવા-ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ હતા. પોતે ઘણીવાર અમારી સંતોની સભામાં જણાવતા તેમ વિદ્યાર્થીકાળમાં થોડા ફેશનેબલ હોવા છતાં ગુરુદેવમાં નિષ્ઠા થઈ જવાથી તેના જીવનમાંથી સંસારનો વધારાનો ભાર હળવો થઈ ગયેલો. ગુરુદેવની જેમ તેમની થોડી ઉતાવળી અને આકરી પ્રકૃતિ હોવા છતાં ભગવાનના સંત ભક્ત પાસે તેઓ હંમેશાં ગરીબ અને ગરજુ થઈને રહેતા. ભગવાન શ્રીહરિ હરિચરિત્રામૃત સાગરના કોઈ ઉપદેશમાં કહે છે, ‘સેવાનિષ્ઠ છે એ જ સાચા આત્મનિષ્ઠ છે.’ દેહાભિમાન છે એ જવાબદારીભરી સેવા કરવામાં બાધારૂપ બને છે. આ અર્થમાં તેઓએ ગુરુદેવના કાર્યમાં પોતાના જીવનની આહૂતિ આપી સાચા આત્મનિષ્ઠ બનેલ.
ભગવાનની કથાવાર્તા કરવા સાંભળવાના તેઓ આગ્રહી હતા. ગુરુકુલમાં તેઓ મારાથી પાંચ વરસ પહેલા દાખલ થયેલા અને ઉંમરમાં પણ પાંચેક વરસ મોટા હતા. મારા સિનીયર હોવા છતાં પણ સંસ્થાના એક કોઠારી સાધુ તરીકે મારી મરજી તેમણે હંમેશાં જાળવી છે. આ ઉપરાંત ઓફિસમાં જે કોઈ કાર્યકર્તા સંતો શા. હરિપ્રિયદાસ સ્વામી કે પૂર્ણપ્રકાશદાસ સ્વામી હોય તેમને પણ પૂછીને જે કાંઈ કામકાજ હોય તે કરતા.
સંસ્થાના વિપરિત દેશકાળમાં હરહંમેશ તેઓ અડીખમ યોદ્ધાની જેમ મારી પડખે ઊભા રહેતા. શૂરવીરતાથી પક્ષ રાખતા. સંતોને પણ સત્સંગ-ભજન-સેવાનું બળ પ્રેરતા રહેતા. નાના બાળકો, યુવાનો કે હરિભક્તો અને સાજા-માંદા વિદ્યાર્થીઓની પણ પોતાના અંગ મુજબ સેવા સરભરા કરતા અને કરવી ઘટે તેમ અન્ય સંતો-પાર્ષદોને પણ તેની સંભાળ રાખવા ભલામણ કરતા.
છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી તો ગૌશાળાની દેખરેખ રાખતા સાધુ ધર્મકિશોરદાસજી સ્વામી અમેરિકા સત્સંગ વિચરણમાં જોડાયા તો અહીં ગાયોની પણ જહેમતભરી સેવા પોતે કરતા અને અન્ય ભક્તો પાસે કરાવતા.
તેઓ ખટકાવાળા સાધુ હતા. ખટકો રાખતા અને રખાવતા પણ ખરા. કોઈને ગમે ન ગમે પણ ગુરુદેવના સિદ્ધાંતની વાત કરવામાં ક્યારેય અચકાતા કે ખચકાતા નહિ. એમ આપણે ઘણીવાર અનુભવ્યું છે.
સાંખ્યયોગની સમજણ તેમણે જીવનમાં દૃઢ કરી હોવાથી માન-અપમાનના સંજોગોમાં નિર્લેપભાવ રાખતા.
હાલશે, ચાલશે, ફાવશે, ભાવશે એ તેમના જીવનસૂત્રો હતાં. કોઈ કાર્યમાં સંતો ના પાડે તો ‘માંડી વાળો’ એમ બોલીને બીજા સેવા કાર્યમાં જોડાતા પણ જડભરતની જેમ સદાય આનંદમાં રહેતા ને ક્યારેય કોઈનું ખોટું ન લગાડતા.
તેમની બાહ્ય વર્તણૂક ઉપરથી કોઈ તેમના અંતરભાવને ઝટ દઈને ઓળખી શકતા નહિ. પોતે પરગજુ હતા. મંડળના કોઈ સંતોએ નાની-મોટી કોઈ સિદ્ધિ મેળવી હોય કે કોઈ ઉમદા સેવાકાર્ય કર્યું હોય તો ગૌરવપૂર્ણ રીતે તેને અંતરથી બિરદાવતા અને ‘સદ્વિદ્યા’માં નોંધ પણ લેતા. ગુરુદેવની આજ્ઞા એમણે જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી ટકાવી રાખી હતી.
ભક્તચિંતામણિ, વચનામૃત, નિષ્કુળાનંદ કાવ્ય વગેરે ગ્રંથોનો વરસોવરસ નિયમિત ચાતુર્માસમાં પાઠ કરતાં રહેતાં.
તેઓને જ્યારે એમ લાગ્યું કે આપણે હવે જીવન સંધ્યાના કિનારે પહોંચી ગયા છીએ હવે કાંઠે ઉતરવાની તૈયારી કરી લેવી જોઈએ, ત્યારે મારી આજ્ઞા અને પૂ. દેવપ્રસાદદાસ સ્વામીની પરવાનગી લઈને ભણેલ-ગણેલ દીક્ષા લીધેલ યુવાન સંત સાધુ રસિકવલ્લભદાસજી સ્વામીને સાહિત્ય અને સદ્વિદ્યાની સેવામાં જોડીને ઘડતર કરીને તૈયાર કરી દીધા. પોતાના દેહની અંગત સેવામાં ક્યારેય કોઈ વ્યક્તિગત શિષ્ય-સાધુ રાખેલ નહિ. નાદુરસ્ત સંજોગોમાં હરિભક્તો અંગ કસરત કરાવી દેતા. પોતાનો કોઈ અંગત શિષ્ય થઈને રહે એવો કોઈ તેમણે આગ્રહ રાખ્યો નહતો.
જ્યારે કાંઈ સત્સંગમાં ખોટું થતું દેખાય ત્યારે પોતે સાચું કહેતા, ચિંતા વ્યકત કરતા. સત્સંગનું તથા સંસ્થાનું સદાય શુભચિંતન કરતા. આપણે ક્યાં કાયમ અહીં રહેવું છે એમ કહી પાછા સેવા-ભજનમાં લાગી જતા.
તેમણે હાઈસ્કૂલ કે અન્ય બાંધકામમાં દેહે કરીને ખૂબ સેવા કરી છે. સાધુ થયા પછી બી.એડ્. કર્યું. શાસ્ત્રીજી મહારાજ ધખે, વઢે તોય કયારેય તેમના મુખની રેખા બદલી નથી. ગુરુ ન કહે તો કોણ કહે ? છાત્રાલયમાં વ્યવસ્થાપક તરીકે પણ તેમણે સેવા આપી છે. સાંપ્રદાયિક સાહિત્ય પ્રકાશન કે ‘સદ્વિદ્યા’ નિયમિત બહાર પાડવાનો ખટકો સારો એવો રાખતા.
સાધુ દેવકૃષ્ણદાસના હેતથી જય સ્વામિનારાયણ


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support