Shikshapatri-Dharmamrut-Nishkamsuddhi
Shikshapatri-Dharmamrut-Nishkamsuddhi
Couldn't load pickup availability
Weight : 72.0 g
Height : 12 cm
Width : 9 cm
સદાચારપૂર્ણ ભાગવત ધર્મના પ્રવર્તક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખેલ આ શિક્ષાપત્રી તો ત્યાગીગૃહી આશ્રિતજનો માટે નિત્ય નિયમાવલિ રૂપ આદર્શ આચારસંહિતા છે. એમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન વૈરાગ્ય ને સાકર ઉપાસના અને અડગ આશરાના દૃઢીકરણ રૂપ આત્મશ્રેય સમાયું છે તેમ માનવ જીવનના આચરણીય એવા સામાજિક ધર્મપાલન રૂપ પ્રેય પણ સમાયું છે. એટલું જ નહિ, આ ઝડપી જમાનામાં માનવની શકિત, સમય, શ્રધ્ધાને લક્ષમાં રાખી આ ગાગર સમી શિક્ષાપત્રીમાં સાગર સમાં 350 સત્શાસ્ત્રનું રહસ્ય સમાવીને માત્ર આ 21ર શ્ર્લોકની શિક્ષાપત્રીને સર્વજીવહિતાવહ બનાવી દીધી છે, એટલું જ નહિ પોતાના વાણી સ્વરૂપ તરીકે એને અદકેરું મહત્વ પણ પ્રદાન કરી દીધેલ છે. એના પાલનની સતત જાગૃતિ માટે નિત્યપાઠ કરવાની આજ્ઞા પણ આપેલ છે.
સમજણ પૂર્વક સંસાર છોડીને ત્યાગશ્રમ સ્વીકારનાર પોતાના આ ત્યાગી શિષ્યોની પ્રેમલક્ષણા ભક્તિ સાથે ત્યાગ-વૈરાગ્યની જ્યોત સદા જળહળતી રહે અને ધર્મપાલનની ધગશ જળવાઈ રહે એ માટે ચુસ્ત ધર્મપાલનના હિમાયતી અને આગ્રહી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ શિક્ષાપત્રી પાલન ઉપરાંત નિર્લોભ, નિષ્કામ, નિ:સ્વાદ, નિર્માન અને નિ:સ્નેહ આ પાંચ વર્તમાનનું સત્સંગિજીવનના ચોથા પ્રકરણના પ્રથમના છ અધ્યાયમાં સરલ નિરુપણ કર્યું જે સંપ્રદાયમાં ધર્મામૃત તરીકે પ્રસિદ્ધ છે. આ ઉપરાંત સત્સંગિજીવનના ત્રીજા પ્રકરણના 27મા અધ્યાયમાં બ્રહ્મચર્ય વ્રતના વિશેષ રક્ષણ પાલન માટે નિષ્કામવ્રતનો વિધિ બતાવ્યો છે. ઈષ્ટદેવ શ્રીહરિની આજ્ઞાનુસાર સદ્. ગોપાળાનંદ સ્વામી અને સદ્. ગુણાતિતાનંદ સ્વામી વગેરે મોટા સંતોએ સંપ્રદાયને આશ્રિત ત્યાગી સંતો પાર્ષદોને આલોક અને પરલોકમાં વિશેષ સુખિયા કરવા આ ત્રણ ગ્રંથ પ્રમાણે વર્તવાની પ્રથા પ્રવર્તાવી છે.
ત્યાગી સંતો અને મુમુક્ષુઓની માગણીને ધ્યાનમાં લઈને પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાદાયી શિક્ષાપત્રી અને ધર્મામૃત તેમજ નિષ્કામ શુદ્ધિનું આ ગ્રંથમાં પ્રકાશન કરેલ છે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support