Shikshapatri Adhyayan
Shikshapatri Adhyayan
Couldn't load pickup availability
Weight : 304.0 g
Height : 18 cm
Width : 12 cm
સદાચરણના હિમાયતી અને આગ્રહી ઈષ્ટદેવ સહજાનંદ સ્વામીએ સદાચારના કડક નિયમ પાલન દ્વારા પોતાના આશ્રિતોમાં સચ્ચારિત્ર્યની ઉચ્ચ ભૂમિકાનું નવ નિર્માણ કર્યું હતું. પોતે ભારે દાખડો કરીને પ્રગટાવેલ પુનિત પ્રણાલિકા સદાકાળ જળવાઈ રહે તેમજ ભાવિ મુમુક્ષુઓને મંગળ માર્ગદર્શન મળતું રહે એવા શુભાશયથી સદાચરણની આચાર સંહિતારૂપ છે શિક્ષાપત્રીનું સર્જન કર્યું.
ગીતાજીના ત્રીજા ભાગ કરતાંય નાની આ શિક્ષાપત્રીમાં સહજાનંદ સ્વામીએ ગાગરમાં સાગરના ન્યાયે સત્શાસ્ત્રના સારને ઠાંસી ઠાંસીને ભરી દીધો છે. શ્રેય તેમજ પ્રેયને સમાવતી સર્વજીવહિતાવહ આ શિક્ષાપત્રી ઈષ્ટદેવ શ્રીહરિનું વાણીસ્વરૂપ ને સંપ્રદાયનું અફર બંધારણ છે. એથી આશ્રિતો માટે એના પાલનનું અદકેરું મહત્ત્વ છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના શુદ્ધ સિદ્ધાંતોને અનુલક્ષીને શિક્ષાપત્રી ભાષ્યને અનુરૂપ ભક્ત કવિ ત્રિભુવનભાઈ વ્યાસે કરેલ આ શિક્ષાપત્રી અધ્યયનને સત્સંગ સમાજમાંથી સારો પ્રતિસાદ સાંપડયો છે. આથી રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા તરફથી આ ગ્રંથની ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
શિક્ષાપત્રી અધ્યયનનું આ સમયાનુકૂલ વિવરણ સત્સંગ સમાજને ઈષ્ટદેવ શ્રીહરિની આજ્ઞાઓના પાલનમાં સવિશેષ શ્રધ્ધા ને ધગશ જગાડે છે એવી અંતરની અભ્યર્થના..

-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support