Satsangni Shubh Varta Part-6
Satsangni Shubh Varta Part-6
Couldn't load pickup availability
Weight : 123.0 g
Height : 18 cm
Width : 12 cm
સંસ્કૃત શાસ્ત્રોનો બહુ અભ્યાસ નહિ છતાં મધુરભાષી કથાકાર અને સિદ્ધહસ્ત લેખક એટલે પુ. શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી !! અમરેલી જિલ્લાના કુંકાવાવ વડિયા તાલુકાના ખડખડ ગામે જન્મેલા ને મામાના ગામ તોરીમાં પાંચ ધોરણ જ ભણેલા પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી સારા લેખક પણ હતા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે તા. 20 મે, 19પરમાં ગુરુકુલના મુખપત્ર ‘સદ્વિદ્યા’ની જાહેરાત કરેલી અને તા.3, જૂન 1952થી પ્રારંભ કર્યો. આ સાથે તા. 31 ઓગસ્ટ 1952માં સાહિત્ય પ્રકાશનની યોજના જાહેર કરી. આ માટે ગુરુકુલમાં જ તા. 15 મે 1953ના સત્સંગ સાહિત્ય પ્રકાશન અર્થે પ્રિન્ટીંગ પ્રેસ-મુદ્રણાલયનો સંપ્રદાયમાં સૌ પ્રથમ પ્રારંભ થયો.
પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની પ્રેરણા અને ‘સદ્વિદ્યા’ના તંત્રી પ.ભ. શ્રી ત્રિભુવનભાઈ વ્યાસના માર્ગદર્શન મુજબ પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીએ ‘સદ્વિદ્યા’ માસિકમાં નવેમ્બર 1959માં તીર્થયાત્રાનો પ્રથમ લેખ લખેલો. મહારાજના લીલાચરિત્રોના લેખ ‘સત્સંગની શુભ વાર્તા’ના નામે 1966થી ‘સદ્વિદ્યા’માં પ્રકાશિત થવા લાગ્યા.
સને 1985માં પુરાણી સ્વામી ધામમાં સિધાવ્યા તે પહેલા શાસ્ત્રીજી મહારાજને ‘સત્સંગની શુભવાર્તા’ના લેખોનું પોટલું બાંધી આપ્યું ને કહ્યું: ‘આ મારી મરણમૂડી’!! એવા અપરિગ્રહી અને અકિંચન હતા પૂ. પુરાણી સ્વામી. તેઓના આ અભણ છતાં અદના લેખકના લેખો ‘સદ્વિદ્યા’ મારફતે ગામડે ગામડે પહોંચતા, મંદિરોમાં રાત્રે વંચાતા, સાંભળનારા સહેજે મહારાજની મૂર્તિમાં જોડાઇ જતા. પુરાણી સ્વામી અભણ છતાં લેખક હતા, તેમ સારા કથાકાર પણ હતા.
સને 1975ના ડિસેમ્બરમાં બ્રહ્મચારી શ્રી માયાતીતાનંદ સ્વામીની સ્મૃતિમાં ધોલેરામાં કથાપારાયણ પ્રસંગે બંને આચાર્ય મહારાજશ્રીઓ ભેગા
મળેલા. તેમાં સંપ્રદાયના ચાર વક્તાઓમાં એક પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી પણ હતા. પુરાણી સ્વામીએ ‘સદ્વિદ્યા’માં લખેલ લેખો ‘સત્સંગની શુભ વાર્તા’ના નામે પાંચ ભાગ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સાહિત્ય પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત થયા છે.
સંસ્થાના અમૃત મહોત્સવના ઉપક્રમે પૂજ્ય પુરાણી સ્વામીની પાવન સ્મૃતિમાં ‘સદ્વિદ્યા’ના જૂના અંકોમાંથી બાકી રહેલા લેખોનો આ છઠ્ઠો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે. આશા છે જે સહુને ગમશે. વાચકવર્ગ મહારાજની મૂર્તિમાં, એમનાં ચરિત્રોમાં નિમગ્ન બની ધન્યભાગી થશે એવી આશા રાખીએ છીએ.
પ.પૂ. ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞા અને આશીર્વાદ સાથે અને પૂ. મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીની પ્રેરણાથી આ પુસ્તક તૈયાર કરવામાં સાધુ રસિકવલ્લભદાસજી તથા પ્રૂફ તપાસવામાં પાર્ષદ વશરામ ભગત તથા પ.ભ. શ્રી રમણીકભાઈ રૂપારેલિયા તેમજ ચિત્રોનાં સંકલનમાં ગુરુકુલ વિદ્યાલયના શિક્ષક શ્રી નવનીતભાઈ ફીણવિયા સાહેબ અને ટાઈપીંગમાં ઓપરેટર મહેતાબંધુ તથા જયંતીભાઈ વોરા, તથા જયંતીભાઈ ચાંગેલા આદિ ભક્તજનો અને વિદ્યાર્થીઓએ સંકલનની સમર્પિતભાવે સેવા બજાવી છે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support