Skip to product information
1 of 2

Satsangni Shubh Varta Part-5

Satsangni Shubh Varta Part-5

Regular price ₹20.00
Sale price ₹20.00 Regular price ₹20.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

Weight : 93.0 g

Height : 18 cm

Width : 12 cm

સંપ્રદાયની પુષ્ટિ અર્થે ઈષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણે નંદસંતોને સાહિત્ય સર્જનનો આદેશ આપ્યો. જેને ઝીલી લઈ નંદસંતોએ ગદ્ય અને પદ્ય સાહિત્યનું સુંદર સર્જન કર્યું. ત્યાર પછી પણ બ્રહ્મનિષ્ઠ સંતોએ શ્રીહરિના સિદ્ધાંતો અને લીલાચરિત્રો જનસમાજ સુધી સત્સંગ વિચરણ દરમ્યાન પહોંચાડયાં. જીવન શુદ્ધિની આહ્લેક જગાવી, અનેકનાં જીવન પરિવર્તન કર્યાં, કલ્યાણનો રાજપથ ચીંધ્યો. તેમાંથી શુક, સનકાદિક, જનક અને અંબરીષ જેવા સંતો-ભક્તો તૈયાર થયા.
સર્વાવતારી ભગવાન શ્રીસ્વામિનારાયણની દૃઢ ઉપાસના, નિષ્કામ સેવા ભક્તિ, વિશુદ્ધ જીવન અને સમર્પણ ભાવની અનેક ચરિત્ર ગાથાઓ સર્જાઈ. લેખકો અને કવિઓ દ્વારા તે લિપિબદ્ધ બનતાં તે ઉદાત્ત જીવનની પ્રેરક બની રહી.
સત્સંગના આ પ્રગટ અને અપ્રગટ પ્રસંગોમાંથી સ્વપ્નમાં પણ સર્વોપરી ભગવાનનાં લીલા ચરિત્રોની ઝાંખી કરનાર, વાત્સલ્ય મૂર્તિ, પૂ. પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીએ રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની શૈલીમાં સત્સંગની વાતો આલેખી. પોતે ખૂબ ઓછું ભણેલ હોવા છતાં સિદ્ધહસ્ત લેખક સાબિત થયા છે. ‘સદ્વિદ્યા સદ્ધર્મ રક્ષક’ ગુરુદેવ પૂ. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સંપ્રદાયની પુષ્ટિ અર્થે શરૂ કરેલા સાહિત્ય પ્રકાશન વિભાગ દ્વારા ‘સત્સંગની શુભવાર્તા’ના શીર્ષક તળે 77 જેટલા સત્સંગ પ્રેરક પ્રસંગોને ક્રમશ: ચાર ભાગોમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેની અત્યાર સુધીમાં 1,09,000 જેટલી પ્રતો છપાઈ છે. જે લેખકની હૃદયંગમ ભાષા શૈલી તેમજ સત્સંગ સાહિત્ય પ્રેમી મુમુક્ષુઓના પ્રતિસાદનું શ્રેષ્ઠ પ્રમાણ છે.
આથી જ પ.પૂ. જોગીસ્વામીના આશીર્વાદ અને સંસ્થાના પૂ. મહંત સ્વામી ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી પૂ. પુરાણી સ્વામી લિખિત, સત્સંગના અન્ય અપ્રગટ પ્રેરણાદાયી ઐતિહાસિક લેખોને, સદ્વિદ્યા તંત્રી શ્રી પૂ. લક્ષ્મીનારાયણદાસજી સ્વામી તથા પૂ. પ્રભુચરણદાસજી સ્વામીએ જહેમત ઉઠાવી સંકલિત કરેલા. જે લેખોનો આ પાંચમો ભાગ, ગુરુકુલ વિદ્યાલય સુવર્ણ જયંતી વર્ષે,જનમંગલ મહોત્સવ-2010 પ્રસંગે પૂ. પુરાણી સ્વામીની 25મી પુણ્યતિથિએ પ્રગટ કરી ભાવાંજલિ અર્પણ કર્યાનો અને યત્કિંચિત ઋણમુક્ત થયાનો નિર્માની ભાવ અનુભવીએ છીએ.
આ પ્રકાશનમાં સંતોના કૃપાપાત્ર હાલ સુરત નિવાસી ગુરુકુલના ભૂ.વિ. શ્રી કેતનકુમાર ધનેશભાઈ વાગડિયાનો સેવા સહયોગ પ્રાપ્ત થયો છે. આ પુસ્તક તૈયાર કરવામાં સાધુ નિર્ગુણજીવનદાસજી તથા સાધુ રસિકવલ્લભદાસજીએ સારી જહેમત ઉઠાવી છે અને પ્રુફ રીડીંગ પૂ.લક્ષ્મીનારાયણદાસજી સ્વામી તથા સુરેશ રા.ભટ્ટ સાહેબે કર્યું છે તેમજ ધો.10ના વિ. શ્રી વઘાસિયા મિલન અને સાવલિયા મેહુલે ટાઈપીંગ કરવાની સેવા બજાવી છે. શ્રીહરિની સર્વે પર પ્રસન્નતા ઉતરે એ જ અભ્યર્થના.
સત્સંગની શુભવાર્તા ભાગ-પાંચના આ પ્રકાશનમાં કાળજી લેવાઈ હોવા છતાં; સાહજિક રીતે કોઈ ક્ષતિ રહેવા પામી હોય તો પાઠકગણ ઉદારદિલે ક્ષમ્ય ગણશે એ જ અપેક્ષા..

View full details

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
  • Return & Exchanges*

  • 100% Secure Payments

  • Customer Support

1 of 3