Satsangni Shubh Varta Part-4
Satsangni Shubh Varta Part-4
Couldn't load pickup availability
Weight : 100.0 g
Height : 18 cm
Width : 12 cm
પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની કૃપાથી તેમજ અ.નિ. સદ્વિદ્યા સદ્ધર્મ રક્ષક સંતવર્ય સદ્. શાસ્ત્રીજી મહારાજના શુભાશીર્વાદથી અ.નિ. પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજીએ લખેલ સત્સંગની શુભવાર્તાના પ્રથમના ત્રણે ભાગને સત્સંગ સમાજમાં સારો આવકાર મળ્યો. જેને પરિણામે આવા પ્રેરક સાહિત્ય પ્રત્યે વિશેષ અભિરૂચિ કેળવાતી રહી અને માગ પણ વધતી રહી. સત્સંગના સવિશેષ પ્રચારમાં માતાઓ અને બહેનોનો ફાળો કાંઈ
નાનોસૂનો નથી. માવતરમાંથી મળેલા સત્સંગના વારસાને પતિગૃહે
પ્રસરાવવામાં બહેનોએ ખૂબ સંકટો સહ્યાં છે. ધર્મ મર્યાદા પ્રમાણે સંતોથી દૂર
રહી એમણે કેળવેલ સત્સંગની સમજણ, મમત્ત્વવ, નિષ્ઠા ને દૃઢતા ખરેખર દાદ
માગી લે એવાં છે. બહેનો અને માતાઓના આવા પ્રેરક પ્રસંગોને સત્સંગ
સાહિત્યમાંથી મેળવી અ.નિ. પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજીએ વાર્તાઓનો
કેટલોક સંગ્રહ તૈયાર કરી રાખેલો. જેને સત્સંગની શુભવાર્તાના ચોથા ભાગ
તરીકે સને ૧૯૮૭માં પ્રસિદ્ધ કરવામાં આવેલ એના સંપાદન કાર્યમાં શાસ્ત્રી શ્રી
માધવપ્રિયદાસજીએ સારી જહેમત ઉઠાવી વાર્તાઓને સારો એવો ઓપ અને
ઉઠાવ આપેલ. સદ્વિદ્યા સહતંત્રી સ્વામી લક્ષ્મીનારાયણદાસજીએ આ સંકલન
કાર્યમાં સારું માર્ગદર્શન આપેલ.
સત્સંગની શુભવાર્તાઓનો આ ચોથો ભાગ સત્સંગનાં બહેનો અને માતાઓને સવિશેષ ઉપયોગી બની રહે એ માટે સત્સંગની સન્નારીઓના જીવન પ્રસંગોને આમાં ખાસ સંગ્રહવામાં આવ્યા છે. પ્રત્યેક પ્રસંગો એવા પ્રેરણાદાયી છે કે વાચકવર્ગને સત્સંગનો મહિમા, પ્રભુપ્રીતિ, નિષ્ઠા ને સત્સંગનાં નિયમોના પાલન માટે જરૂર શ્રદ્ધા ને ધગશ જગાડે એમ છે.
શ્રીહરિજયંતી, સં. ૨૦૬૦


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support