Satsangni Shubh Varta Part-3
Satsangni Shubh Varta Part-3
Couldn't load pickup availability
Weight : 95.0 g
Height : 18 cm
Width : 12 cm
સદ્ગુરુ રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી બન્યા પછી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે ગુરુ રામાનંદ સ્વામી સંસ્થાપિત નાનકડા ઉદ્ધવ પંથની ઝડપથી કાયા પલટ કરી એનું વિશાળ સંપ્રદાયમાં પરિવર્તન કર્યું એટલું જ નહિ પણ સનાતન ધર્મના સિદ્ધાંતોને નવી હથોટીથી બંધારણ તેમજ વર્તનમાં વણીને આ સંપ્રદાયને અન્ય સંપ્રદાયોની હરોળ તો શું બલકે એ સહુની મોખરે મૂકી દીધો. એમાં રહેલી સદ્વર્તનની સુવાસ અને અંતરની અનેરી ઉજળાશ આજે પણ સહુને આંજીને સત્સંગનું બળ પ્રેરી રહી છે.
આ મોક્ષમૂલક સંપ્રદાયની પુષ્ટિને ધ્યાનમાં રાખી શ્રીજીએ સ્વમુખે ગઢડા મધ્યના ૫૮મા વચનામૃતમાં કહ્યું છે કે, પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંતનાં ચરિત્રો તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે, શ્રીજીના આ હૃદગત અભિપ્રાય અનુસારે સંપ્રદાયને લગતા સંસ્કૃત તેમજ પ્રાકૃત સાહિત્ય સર્જનને ભારે વેગ મળ્યો. આ સાહિત્યમાં શ્રીહરિનાં લીલાચરિત્રો ને ઉપદેશ સંગ્રહાએલ છે એટલું જ નહિ પણ સંપ્રદાયનું હાર્દ પણ એમાં સમાએલું છે. જેનાં પઠન અને પાઠનથી આશ્રિતોને સંપ્રદાયની પ્રણાલિકાનો ખ્યાલ આવે અને ઈષ્ટદેવનો મહિમા સમજાય. અન્ય વર્ગને સંપ્રદાયનો પરિચય પ્રાપ્ત થાય. સંપ્રદાયના સાહિત્યનો જેટલો વ્યાપક પ્રચાર તેટલી જનતામાં એની અસર થાય છે. રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સાહિત્ય ક્ષેત્રે સદ્વિદ્યા તેમજ સંપ્રદાયના ગ્રંથોનું પ્રકાશન કરીને સત્સંગ સમાજની અગત્યની સેવા બજાવી રહેલ છે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support