Satsangni Shubh Varta Part-2
Satsangni Shubh Varta Part-2
Couldn't load pickup availability
Weight : 96.0 g
Height : 18 cm
Width : 12 cm
ઈષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુની દ્વિશતાબ્દી જયંતી વર્ષમાં સદ્વિદ્યા સદ્ધર્મ રક્ષક પૂજ્યપાદ સદ્ગુરુ શાસ્ત્રીજી મહારાજે વ્યસનમુક્તિ અને જીવન સુધારણા તથા વધુ ભજનસ્મરણ ને જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓને વેગ આપ્યો ને તેના એક ભાગરૂપે સંપ્રદાયના સાહિત્યનો પ્રચાર થાય એ માટે વિવિધ ગ્રંથોનું પ્રકાશન હાથ ધરાયું. સત્સંગ સાહિત્ય પ્રચાર પ્રવૃત્તિના અનુસંધાને શ્રીજીના દ્વિશતાબ્દી જયંતી વર્ષમાં પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજીએ લખેલી સત્સંગની શુભવાર્તાનો આ પ્રથમ ભાગ પ્રસિદ્ધ કરવામાં આવેલ. ત્યારબાદ થોડા જ સમયમાં ભાવિકોની માગણી થતા આ સત્સંગની શુભવાર્તાનો દ્વિતીય ભાગ પણ પ્રકાશિત કરવામાં આવેલ છે.
આ વાર્તા સંગ્રહમાં, ગમે તેટલાં કષ્ટો વેઠીને પણ શ્રીજીમાં અડગ નિષ્ઠા રાખી, આશરાની દૃઢતા રાખનાર શૂરવીર ભક્તોના પ્રેરણાદાયી પ્રસંગોનું સુંદર સંકલન કરવામાં આવ્યું છે. અગાઉ આ વાતો સદ્વિદ્યામાં પ્રગટ થયેલી તેને સુંદર ઓપ આપી વધુ રસસભર બનાવવા સંકલન કાર્યમાં શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી અને શ્રી લક્ષ્મણભાઈ આદ્રોજાનો સારો સહકાર મળેલો.
શુભવાર્તાના દ્વિતીય ભાગની આ નવમી આવૃત્તિ રાજકોટ ગુરુકુલ સાહિત્ય પ્રકાશન વિભાગ દ્વારા ખાસ કોમ્પ્યુટર રાઈઝ ટાઈપ સેટીંગ કરીને વ્યવસ્થિત ઓપ આપવામાં આવેલ છે. આ પુસ્તકના સંકલન તથા પ્રફુરીડીંગ કરવામાં પાર્ષદ વશરામભગત તથા સાધુ રસિકવલ્લભદાસજી તથા શ્રી બાબુલાલ રાણપરિયાએ ઉત્સાહથી સેવા બજાવેલ છે. કોમ્પ્યુટર ટાઈપ રાઈટીંગમાં ગુરુકુલના વિદ્યાર્થીઓ ધોરાજિયા પ્રેજીસ, તલસાણિયા હર્ષિત, રૂપારેલિયા ઊર્મિલ તથા શેલડિયા નિખિલે સેવા કરેલ છે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support