Satsang Sagarna Moti
Satsang Sagarna Moti
Couldn't load pickup availability
Weight : 148.0 g
Height : 17.5 cm
Width : 12 cm
શુદ્ધ આચાર વિચાર અને પ્રાયશ્ચિતના હિમાયતી ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાનાં પ્રેરણાદાયી વચનામૃતોમાં બાહ્ય શુદ્ધિની સાથે અંતઃકરણની શુદ્ધિને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે. પરબ્રહ્મ પરમાત્મા શ્રી સહજાનંદ સ્વામીના આ હૃદ્ગત અભિપ્રાયને સાકાર કરવા સંપ્રદાયની ગરવી ગુણાતીત સંત પરંપરાના વાહક પ. પૂ. શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલને માધ્યમ બનાવી પોતાના જીવન અને કાર્યથી હજારો જીવોને આ શુદ્ધ સત્સંગના પાઠો ભણાવ્યા. એ જ ગુરુદેવના પાવન યોગ અને જોગમાં આવીને પ. પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ ગુરુદેવની અનુવૃત્તિમાં રહીને તેમના સત્સંગનું સેવન કર્યું. ગુરુદેવના રાજીપા અને કથાવાર્તાના શ્રવણ મનનથી તેમના સત્સંગે સાગર જેવડી વિશાળતાનું રૂપ ધારણ કર્યું. સતત સત્સંગ કથાવાર્તાના વ્યસની પ.પૂ. મહંત સ્વામીને આજે ગુરુકુલ પરિવાર ‘ગુરુ મહારાજ’ તરીકે મહિમાથી સંબોધે છે. તેમના સત્સંગ સાગરમાંથી પ્રાપ્ત કરેલાં કેટલાંક મોતીઓને અત્રે પુસ્તકમાં ગુંથવામાં આવ્યાં છે. આશા છે કે આપ સહુ કોઇ આમાંથી પોતાને અનુરૂપ મોતીઓની માળા ધારણ કરી પ્રભુની કૃપાના પાત્ર બની રહો એજ અભ્યર્થના.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support