Satsang Prasnottar Mala
Satsang Prasnottar Mala
Couldn't load pickup availability
Weight : 93.0 g
Height : 21.5 cm
Width : 14 cm
આજના બાળકો તેમની આજુબાજુની દુનિયામાંથી ઘણું બધું જાણી તેમજ જોઈને સંસ્કારના ભોગે પણ આંધળું અનુકરણ કરી લેતા હોય છે. આવા સમયે સજાગ વાલીઓ સંતાનો તરફ દુર્લક્ષ્ય ન સેવી શકે. સંપત્તિનું રક્ષણ કરવા માટે જેટલી ચિંતા કરીએ છીએ એટલી જ ચિંતા જો સંતાનોના સંસ્કારોની કરીએ તો ઘરમાં સોનેરી દિવસો. કાયમ રહે.
જીવનમાં શિષ્ટ અને ઉચ્ચ સાહિત્ય ખરેખર માનવને ઉચ્ચ ભૂમિકા સુધી લઈ જાય છે. આ બાબતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય અપૂર્વ અને અગાધ છે. સાત્ત્વિક સાહિત્યનો આજે દુષ્કાળ છે ત્યારે આપણો સાંસ્કૃતિક વારસો ટકી રહે અને ભાવિ પેઢીને જીવનનો સાચો રાહ મળે એવા ઉમદા હેતુથી સંસ્થા દ્વારા સાહિત્ય પ્રકાશનની સેવાઓ થઈ રહી છે.
પૂ. શાસ્ત્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણે આપેલ વિદ્યા સાથે સદ્વિદ્યા પ્રવર્તન ગુરુકુલના વિદ્યાર્થીઓમાં સહેજે થાય તે માટે ગુરુકુલના પ્રારંભકાળથી જ વિદ્યાર્થીઓનો ધાર્મિક અભ્યાસક્રમ ફરજિયાત ગોઠવેલો છે. અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું છે ભણવા જેવી તો એક બ્રહ્મવિદ્યા છે. એ માર્ગે લઈ જવા માટે વિદ્યાર્થીઓ તથા જિજ્ઞાસુઓને આ પુસ્તિકા જરૂર ઉપયોગી થશે.
જીવનમાં સંતપુષના સંગથી જે ફાયદાઓ થાય છે તેવા જ ફાયદાઓ સારું
સાહિત્ય વાંચવા વિચારવાથી પણ થાય છે. ઊગતી પેઢીના જીવન ઘડતરમાં સુયોગ્ય
ફાળો આપી શકે તેવું સત્સંગનું સાહિત્ય સંકલિત કરી 'સત્સંગ પ્રશ્નોત્તર માળા"
નામની પુસ્તિકા જૂનાગઢ ગુરુકુલથી સંતો દ્વારા તૈયાર કરવામાં આવી છે.
આ પુસ્તિકાની બીજી આવૃત્તિ રાજકોટ ગુરુકુલ સાહિત્ય પ્રકાશન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં સાધુ રસિકવલ્લભદાસજીએ કોમ્પ્યુટર ટાઈપ સેટીંગ_ અને પ.ભ. શ્રી સુરેશભાઈ ભટ્ટ સાહેબે પ્રુફ વાચન કરેલ છે. પ્રસ્તુત પુસ્તિકાનો વધુ ઉપયોગ જ એની સાર્થકતા અને ઉપયોગીતા સિદ્ધ કરશે. ભગવાન શ્રીહરિ સહુને ભગવત્ ભક્તિનું બળ આપે એ જ અભ્યર્થના સહ...


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support