Satigeeta
Satigeeta
Couldn't load pickup availability
Weight : 52.0 g
Height : 12 cm
Width : 9 cm
આજના પ્રગતિશીલ જમાનામાં સધવા બહેનોને પતિવ્રતા વ્રત નિભાવવું તેમજ વિધવા બહેનોને વેદના ને વિષાદ ભર્યું વૈધવ્ય વ્રત પાળવું એ જરૂર કઠિન છે પણ અશક્ય તો નથી. આમ છતાં પતિવ્રતાવ્રત નિભાવવા ઈચ્છતી શ્રદ્ધાળુ મહિલાઓ તથા વૈધવ્ય વ્રત નિભાવતી સન્નારીઓ તપત્યાગ ને સમર્પણની ઉચ્ચ ભાવના સાથે જે બહેનો આ વ્રત નિભાવે છે તે સાચા અર્થમાં સતી સ્ન્નારીઓ મનાય છે.
સધવા બહેનોને પોતાના વ્રતપાલનમાં શાસ્ત્રસંમત માર્ગદર્શન આપવા અને ગંગાસ્વરૂપ બહેનોના કઠિન વૈધવ્યવ્રતને સરળ ને
સુગમ બનાવવા સંત શિરોમણિ સદ્. મુક્તાનંદ સ્વામીએ આ સતીગીતા ગ્રંથ રચીને સધવા વિધવા બહેનોને અદ્ભુત સુરક્ષા કવચ કંડારીને આપેલ છે. સદ્. મુક્તમુનિએ આ સનારીઓને પોતાના વ્રતપાલનમાં વિક્ષેપરૂપ ભયસ્થાનો ઓળખાવીને બહેનોને સાવધ અને સજાગ બનાવવા આ ગ્રંથમાં જે શાસ્ત્ર સંમત સૂચનો કર્યા એ તો લક્ષ્મણરેખા અને સુરક્ષા સમાન છે.
પૂ. મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી સ્વામિનારાયણ ગુરુકુલ સાહિત્ય પ્રકાશન-ઉપક્રમે આ ગ્રંથનું પ્રકાશન થયું છે જે મુમુક્ષુ મહિલાઓને ઉપયોગી બની રહેશે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support