Sarvamangaladi Namavali
Sarvamangaladi Namavali
Couldn't load pickup availability
Weight : 37.0 g
Height : 9 cm
Width : 12 cm
સત્યુગમાં ધ્યાન, ત્રેતાયુગમાં યજ્ઞ કરવાથી અને દ્વાપરયુગમાં ભગવદ્સેવાથી જે તૃપ્તિ થાય છે તે કળિયુગમાં ભગવાનનાં નામનો જપ કરવાથી થાય છે. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને પણ કહ્યું છે કે ‘બધા યજ્ઞોમાં હું જપયજ્ઞ છું.’ શ્રીજી મહારાજે ગ. પ્ર. ૫૬ના વચ.માં પણ સ્વમુખે ‘સ્વામિનારાયણ’ નામનો મહિમા કહ્યો છે. અ. નિ. પ. પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજીએ અધ્યાત્મલક્ષી અને મોક્ષમૂલક અનેક અવનવાં આયોજનો કર્યાં. તેમાં તેઓએ ઈ. સ. ૧૯૫૮માં સંપ્રદાયમાં સર્વપ્રથમ જપયજ્ઞ મહોત્સવનું વિશિષ્ટ આયોજન કર્યું. આ જપયજ્ઞના સુવર્ણ જયંતી વર્ષે ‘સર્વમંગલાદિ નામાવલિ’ પુસ્તિકાની નવી આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવ્યું. આ નામાવલિનો પાઠ સત્સંગિજીવન પાઠનું ફળ આપનાર તેમજ ત્રિવિધ તાપનો નાશ કરનાર છે.
આ પુસ્તિકાની ત્રીજી આવૃત્તિનું ટાઈપ સેટીંગ, ટાઈટલ વગેરેની સેવા સાધુ રસિકવલ્લભદાસજી સ્વામીએ કરી છે. પ્રકાશનમાં શરતચૂકથી કોઈ ક્ષતિ રહેવા પામી હોય તો ઉદાર દિલે ક્ષમ્ય ગણશો. પ. પૂ. ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અ.નિ. પ.ભ. શ્રી ગોરધનભાઈ એમ. કોરાટની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી સેવા સહયોગ મળ્યો છે. તેમના પરિવાર તેમજ આ ભગવદ્નામનો પાઠ કરનાર મુમુક્ષુ પર ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિની પ્રસન્નતા ઊતરે અને ધર્મે સહિત ભક્તિનું બળ મળે એ જ અભ્યર્થના.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support