Santvarya Yogiraj Gopalanand swami Samrthya Darsan
Santvarya Yogiraj Gopalanand swami Samrthya Darsan
Couldn't load pickup availability
Weight : 160.0 g
Height : 21.5 cm
Width : 14 cm
આદિ કાળથી પવિત્ર ભારત ભૂમિ પર પોતાના પવિત્ર વિચારો, સદાચરણ અને સદુપદેશથી હંમેશાં સર્વને અનેક રીતે હિત કરનાર અને દરેકના જીવનમાં માનસિક મૂંઝવણ તથા દુઃખના સમયમાં માર્ગદર્શન આપી શાશ્વત શાંતિ આપનારા સંતો, મહંતો અવતરતા રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા અનેક પ્રખર વિદ્વાનો, યોગી, સંતો થઈ ગયા. ભગવાન શ્રીસ્વામિનારાયણના અનેક ત્યાગી શિષ્યોમાં યોગીરાજ શ્રી ગોપાળાનંદ સ્વામી પ્રથમ પંક્તિના શ્રેષ્ઠ સંત હતા. તેઓ પ્રખર વિદ્વાન અને અષ્ટાંગ યોગના જ્ઞાતા હતા.
તેઓનું સમગ્ર જીવન ચમત્કારો અને સામર્થ્યથી ભરપૂર છે. જેનું વાચન આપણને સત્સંગની સમજણનું બળ આપે છે. આ પુસ્તકમાં સંકલન કરેલા પ્રસંગોનું લખાણ એકત્રિત કરવા ગુરુકુલના ભૂ.વિ. શ્રી કાંતિભાઈ પટેલ અને સુરેશભાઈ પટેલે સરસ સાથ આપ્યો છે. સદ્વિદ્યા સહતંત્રી લક્ષ્મીનારાયણદાસ સ્વામીએ લખાણને તપાસી આપીને સારો સહયોગ આપ્યો છે. સુરેશભાઈ ભટ્ટ પ્રસંગોને ભાષાકીય રીતે મઠારી આપી પ્રુફ રીડીંગની સેવા બજાવી છે. આ સહુનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આમ સહુના સહકારથી આ પુસ્તક પ્રસિદ્ધ કરી સત્સંગ સમક્ષ મૂકવામાં આવેલ છે. દાતાઓના આર્થિક સહયોગથી આ પુસ્તકનું મૂલ્ય સહુને પોષાય તેવું રાખ્યું છે. શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવન અને તેમના સામર્થ્યનું દર્શન તથા સપ્રંરદાયમાં તેમનું યોગદાન આપ સૌને મહદ્અંશે ઉપયોગી અને પ્રેરણા પાથેય રૂપ બનશે એવી દૃઢ આશા અને વિશ્વાસ છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના આ પ્રખર સંતને શત્શત્વંદન સહ કોટીકોટી સાષ્ટાંગ પ્રણામ...


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support