Sant Ki Sobat
Sant Ki Sobat
Couldn't load pickup availability
Weight : 98.0 g
Height : 22 cm
Width : 14 cm
શ્રીજી મહારાજની આજ્ઞાનુસાર સંપ્રદાયની પુષ્ટિ માટે પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે સાહિત્ય પ્રકાશનની સેવાનો આરંભ કર્યો. સંપ્રદાયના સત્સંગીઓને સંપ્રદાયનું જ્ઞાન, રીતિ અને ભગવાનના લીલા ચરિત્રોનો વારસો મળતો રહે તે હેતુથી “સદવિદ્યા” માસિકનો પણ ૬૦ વર્ષ પૂર્વે પુનિત પ્રારંભ કર્યો. ગુરુદેવ પ.પૂ. શાસ્ત્રીજી મહારાજની અનુવૃત્તિને લક્ષમાં રાખી સંપ્રદાયના સિદ્ધાંતો અને અન્ય અધ્યાત્મ પોષક લેખો તેમાં પ્રકાશિત થતા રહ્યા. આદ્યતંત્રી શ્રી અ.નિ. ત્રિભુવનભાઈ વ્યાસે અને અ.નિ. પ.ભ. શ્રી મહેન્દ્રભાઈ શેલતે તે જવાબદારી સુપેરે નિભાવી.
“સદવિદ્યા” માસિકમાં સંસ્થાના મહંત સ્વામી પ.પૂ. ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના લેખો આરંભ થયા. રૂડાસંતની રીતડીથી માંડી, ગુણાતીત પરંપરાની શૈલીમાં જીવનઘડતરને લગતા લેખોએ વાચક મુમુક્ષુઓને તેમની સાદી, સરળ તથા હૃદયંગમ ભાષાથી ભારે બળ પ્રેર્યું. આજે પણ પૂ. મહંત સ્વામીના લેખો એટલા હૃદયંગમ અને પોષક બની રહ્યા છે.
રાજકોટ ગુરુકુલ વિદ્યાર્થી સંઘ દ્વારા પ્રકાશિત “સંસ્કાર દીપ' માસિકમાં પણ તેમના લેખો પ્રકાશિત થતા. આ લેખો સંકલન દ્વારા એક સાથે પુસ્તકરૂપે મળી રહે તે હેતુથી પ્રકાશન વિભાગ દ્વારા સંત સમાગમ, સત્સંગ સુધા, સંત કી સોબત, જીવન પાથેય, જીવન સુમન, સાચો વારસો, જીવન જીવવાની કળા વગેરે પુસ્તકોનું પ્રકાશન થયું.
સંતકી સોબતની આ ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરતાં અને આનંદ અનુભવીએ છીએ. મુમુક્ષુઓને આ લેખો દ્વારા ખૂબ જ પોષણ મળ્યું છે તે વધુ દૃઢ થાય અને તેઓનું જીવન ઉન્નત બને એજ અભ્યર્થના...

-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support