Sant Chandan Bavna
Sant Chandan Bavna
Couldn't load pickup availability
Weight : 176.0 g
Height : 21.5 cm
Width : 14 cm
સદવૃત્તિ અને સદપ્રવૃત્તિના પોષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજશ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું જીવન અને કાર્ય ગંગાના પ્રવાહની જેમ સતત વહેતું જ રહ્યું છે. માણસની કૃતિ પરથી આકૃતિના સહેજે દર્શન થઈ શકે તેમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનાં જીવન અને સત્સંગ ઉત્કર્ષના કાર્ય પરથી એમની મહાનતાનો વિચારશીલને સહેજે ખ્યાલ આવી શકે.
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કરેલા કાર્યોને જીવેલા જીવન પ્રમાણે સત્સંગ ઈચ્છુક મુમુક્ષુ આદર્શ જીવન જીવી શકે તેવી શુભ ભાવનાથી આ સંત ચંદન બાવના પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. એ માટે શ્રી પ્રભુચરણદાસ સ્વામી તથા શ્રી જગતપાવનદાસ સ્વામીએ સદવિદ્યા અને સંસ્કારદીપ માસિકોના અંકો, સમર્પણ અંક, શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી પુસ્તક તેમજ શ્રી ઘનશ્યામજીવનદાસ સ્વામીએ લખેલ નોંધોમાંથી ઘણા કાર્યોની નોંધ મેળવી છે. શક્ય તેટલા તારીખ, વાર, સમય શોધવામાં તથા લખવામાં ગુરુકુલ વિદ્યાલયના શિક્ષકો શ્રી સુરેશભાઈ ભટ્ટ તેમજ શ્રી બાલકૃષ્ણ સતાણી અને સંનિષ્ઠ કાર્યકર શ્રી વનમાળીભાઈ તેમજ શ્રી કાંતિભાઈ સંતોને સારી રીતે મદદરૂપ થયેલા છે. પુસ્તકને વિશેષ શોભાવતું ટાઈટલ સાધુ શ્રી વિશ્વસ્વરૂપદાસ તથા સાધુ શ્રી વિવેકસ્વરૂપદાસ સ્વામીએ કલાથી સજાવ્યું છે.
ટ્રેન ક્યારેય ટ્રેકને છોડતી નથી. તેમ શાસ્ત્રીજી મહારાજે કણેકણ ને ક્ષણેક્ષણનો ઉપયોગ કરવાની તેમજ મહારાજની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાની લીધેલ ટેકને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી છોડેલ નથી. એમની નિયમિતતા, કસાઈ, સજાગતા, સુઘડતા, નિપુણતા, નિડરતા, ગુણગ્રાહકતા, વિચારશીલતા, વ્યાવહારિકતા, શ્રીહરિની આજ્ઞા તેમજ ઉપાસના અને ધર્મપાલનની દૃઢતા વગેરે સદગુણોના ટેકની ટ્રેકને તેઓ દૃઢપણે વળગી રહેલા.
પૂ. શાસ્ત્રીજી મહારાજના જીવનકાળની પ્રેરણાદાયી ઐતિહાસિક તવારિખને આલેખવામાં સ્વાભાવિક છે કે અપ્રાપ્ય માહીતિના સંદર્ભમાં યોગ્ય પ્રસંગો કે વ્યક્તિ વિશેષની નોંધ ન લઈ શકાઈ હોય તો ક્ષમ્ય ગણશો. આ સંજોગોમાં સંસ્થાની આ તવારિખમાં સંલગ્ન વ્યક્તિ અમારું ધ્યાન દોરશે તો આભારી થઈશું. અસ્તુ.
પ્રસ્તુત પુસ્તક દ્વારા પણ ગુરુદેવની મહાનતાને, એમની દૃઢતાને પામી રહેવાની મતિ ને ગતિ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અર્પે તેવી તેમના ચરણોમાં ગુરુદેવની જન્મશતાબ્દી વર્ષે પ્રાર્થના.

-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support