Sanskar Dhara
Sanskar Dhara
Couldn't load pickup availability
Weight : 92.0 g
Height : 22 cm
Width : 14 cm
'પાકા ઘડે કાંઠા ન ચડે' એ કહેવતાનુસાર અ.નિ. સદગુરૂવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કુમળી વયના બાળકોમાં સત્સંગના શુભ સંસ્કારો રેડવા રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી.
રાજકોટમાં સત્સંગ સંસ્કારનાં બીજ રોપાયાં. જે આજે વટવૃક્ષ રૂપે જૂનાગઢ, સુરત, હૈદરાબાદ, નવસારી, મુંબઇ, તરવડા, બેંગ્લોર, નર્મદા, વડોદરા, ગુલબર્ગા અને ડલાસ(અમેરિકા) વગેરેમાં પાંગર્યા. આ બધી સંસ્થાઓમાં કુલ ૯,૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ વિદ્યા સાથે સદવિદ્યાની પ્રાપ્તિ કરી રહ્યા છે. ગુરુકુલની દરેક શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સત્સંગનો અમૂલ્ય જ્ઞાનવારસો એક સરખો અને વ્યવસ્થિત મળતો રહે તે આ પુસ્તક પ્રકાશનનો મૂળ હેતુ છે.
રાજકોટ, જૂનાગઢ, સુરત, હૈદરાબાદ ગુરુકુલના સંચાલકો તેમજ ધાર્મિક વિભાગ સંભાળતા સંતોએ સ્તુતિ, પ્રાર્થના તથા સત્સંગના જ્ઞાન વારસાનું ક્રમબદ્ધ માળખું ઘડ્યું. તેના પ્રથમ ભાગ રૂપે આ “સંસ્કાર ધારા” પુસ્તિકા તૈયાર કરવામાં આવી.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support