Sahajananadi Vachanamrut Ras Dhara
Sahajananadi Vachanamrut Ras Dhara
Couldn't load pickup availability
Weight : 292.0 g
Height : 22 cm
Width : 14 cm
આદર્શ શિલ્પીકાર નમણી નાજુક હથોડી વડે હળવા હાથે શિલ્પને કંડારતો હોય છે, તેમ પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી નમણી ને નાજુક જ્ઞાન હથોડીથી મુમુક્ષુઓના સ્વભાવને કંડારવાનુ કાર્ય સતત કરતાં રહ્યા છે.
બાળકો, યુવાનો, વડિલો, વૃદ્ધો કે સંતોને સમય અને સ્વભાવ પ્રમાણેની વાતો કરી ભગવાન શ્રી સ્વામિનારાયણ સાથે હેત પ્રીત વધારતાં રહે છે.
સુરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સહજાનંદી સભાના માધ્યમથી શ્રીજી મહારાજે પ્રબોધેલ વચનામૃતનું ગહન જ્ઞાન હળવી કાઠીયાવાડી તળપદી ભાષામાં સદષ્ટાંત આપતાં રહ્યા છે.
ભજન કરવું અને કરાવવાના ગુરુદેવ પૂ. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના સ્વભાવાનુસાર સુરતમાં બાર બાર વરસથી ચાલતી અખંડ ધૂનની જેમ કથાવાર્તા દ્વારા પણ પુરાણી ધર્મવલ્લભદાસ સ્વામી સત્સંગનુ સારું પોષણ આપી રહ્યા છે.
શ્રીજી મહારાજ જ્યાં વિચરતાં ત્યા સમય અને સ્થાનની નિશ્ચિતતા રહિત હરતી ફરતી પાઠશાળા સંતો ભક્તોના પ્રશ્નોત્તરોના માધ્યમથી ચાલતી રહેતી. એ જ વચનામૃતોનું સુરત ગુરુકુલમાં ‘સહજાનંદી પાઠશાળા' માં ક્રમશઃ સદષ્ટાંત વિવરણ થતું રહે છે. તેનું આ પ્રથમ પુષ્પ સત્સંગના જ્ઞાન પિપાસુ મુમુક્ષુઓને જરૂર અધ્યાત્મનું બળ પુરું પાડશે તેવી ભાવનાથી આ સહજાનંદી વચનામૃત રસધારા બુક તૈયાર કરવામાં આવી છે.
પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી લીખીત આ પુસ્તકને પ્રગટ કરવામાં શ્વેતવૈકુંઠદાસજી સ્વામીએ ખૂબ મહેનત કરી છે તેમજ સહયોગી બનેલ પ્રભુચરણદાસજી સ્વામી, વિશ્વસ્વરૂપદાસજી સ્વામી તેમજ આર્થિક સહયોગી દાતાઓને શ્રીજી મહારાજ સર્વ રીતે સુખીયા રાખે.
શરદપૂર્ણિમા, તા. ૨૩-૧૦-૨૦૧૦ રાજકોટ.
સાધુ દેવકૃષ્ણદાસના હેતથી જય શ્રી સ્વામિનારાયણ


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support