Skip to product information
1 of 2

Sahaj Anand

Sahaj Anand

Regular price ₹40.00
Sale price ₹40.00 Regular price ₹40.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

Weight : 189.0 g

Height : 21 cm

Width : 14 cm

    શ્રીમદ્ ભગવદ્ગીતા (2/65)માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, પ્રસાદે સર્વદુ:ખાનાં હાનિરસ્યોપજાયતે એટલે કે ચિત્તની પ્રસન્ન અવસ્થા છે એ સર્વ દુ:ખોને ભૂલાવી દે છે અને પરમ સુખ ઉપજાવે છે. ભગવાનની પ્રાપ્તિ થવાથી સંતો ભક્તજનો અને મહા પુરુષોને એ સહેજે રહેતી હોય છે, અન્ય જનો તેના માટે કંઈક આધાર શોધતા હોય છે.
    આધુનિક જમાનામાં તો એ માટે લાફીંગ કલબ પણ ચાલતા હોય છે. હાસ્ય થેરાપીથી ઘણા બધા રોગ દૂર થતા હોય છે. સુખી માણસોને આરોગ્ય કે તંદુરસ્તી જાળવવા ડોક્ટરો તેની સલાહ પણ આપતા હોય છે. સાધારણ લોકો તો પરિસ્થિતિમાંથી હાસ્ય મેળવી લેતા હોય છે ને સુખી રહેતા હોય છે. 
    સજીવ સૃષ્ટિમાં અન્ય જડ ચૈતન્ય કરતાં માનવીમાં એક વિશેષતા છે. માનવ જીવન નવ પ્રકારના રસથી ભરપૂર છે. જો કે બધામાં બધા પ્રકારના રસ હોતા નથી. 
    સદ્. નિષ્કુળાનંદ સ્વામી કહે છે તેમ જ્યારે પ્રભુ મનુષ્યરૂપ થાય છે, નરનાટક ધારણ કરે છે ત્યારે તે મનુષ્ય સ્વરૂપ ભગવાનમાં નવ રસ વિશેષપણે રહેલા હોય છે. નિષ્કુળાનંદ સ્વામીએ ‘પુરુષોત્તમપ્રકાશ’ ગ્રંથમાં ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં નવ રસ કેવી રીતે રહ્યા હતા તે કહ્યું છે. તેમાં રુદ્ર, વીર અને ભયાનક એ ત્રણ રસ ભગવાનની ભ્રકુટિમાં, શૃંગારરસ શરીરમાં તથા કરુણા, શાંતિ એ નેત્રમાં, હાસ્ય અને અદ્ભૂત એ બે રસ તેમની વાણીમાં રહ્યા છે. ભગવાનનું સ્વરૂપ એ ‘રસો વૈ સ:’ એમ વેદોમાં ગાન કરવામાં આવ્યું છે. ભગવાનનું સ્વરૂપ રસરૂપ છે.
    ભગવાનના સ્વરૂપમાં રહેલા આ નવ પ્રકારના રસને માણવા માટે નવ પ્રકારની ભક્તિ શાસ્ત્રમાં બતાવી છે. ભગવાનના સંતો-ભક્તજનો પોતાના અંતરમાં રહેલી ભક્તિને આ નવ પ્રકારે ભગવત્ સ્વરૂપરૂપી રસમકરંદનું પોતાના મન દ્વારા પાન કરતા હોય છે. બધાને આવી ભક્તિ સુલભ હોતી નથી. એના માટે સુભાષિત રસપાનનું સર્જન ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવ્યું છે. માનવજીવનમાં આ બધા રસ ઉંમર અને અવસ્થા સાથે વધેઘટે છે; પરંતુ હાસ્યરસ જીવનપર્યંત એકધારો રહેતો હોય છે.
    વાણી અને કલમ દ્વારા રસિક સુભાષિતતાના ગુણો ધરાવતા યુવા સંત-પુરાણીશ્રી મધુસૂદનદાસજી સ્વામી બાળકો, કિશોરો અને યુવાનોને જમાનાને અનુરૂપ સાહિત્ય પીરસતા રહે છે. તેનું સંકલન આ પુસ્તકમાં કરેલ છે. એમની વાણીમાં જેમ સહેજે હાસ્યશૈલી વણાયેલી છે તેમ તેમનું આ સાહિત્ય પણ હાસ્યરસથી ભરપૂર છે.
    આ હાસ્યશૈલીની સાથે જીવનમાં ઉપયોગી બાબતોનો પણ આમાં સુંદર રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. આમાંથી કેટલુંક તો સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મમાંથી પણ લેવાયું છે. છતાં તેને ઓપ આપીને યથાયોગ્ય નિષ્કર્ષ તારવવામાં આવ્યો છે.
    સત્સંગી અને સુજ્ઞ ભાવિકજનો, આજકાલ મીડિયા સાહિત્યમાં બાળકોના સંસ્કારોને દૂષિત કરે તેવું સાહિત્ય પીરસાતું હોય છે. તેનાથી બાળકો વિચલિત ન થાય અને ભારતીય સભ્યતા સાથે પરિવારમાં તેનો ઉછેર થાય તે માટેનો આ નમ્ર પ્રયાસ છે.
    સત્સાહિત્યપોષક પરમ પૂજય ગુરુવર્યશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી પુરાણી મધુસૂદનદાસ સ્વામીએ જાણવા માણવા જેવા આ સાહિત્યનું પુસ્તકના રૂપમાં સંકલન કર્યુ છે. સંતો, વિદ્યાર્થીઓ અને હરિભક્તોની સભામાં પ્રસંગોપાત તેઓ આજે પણ આ પ્રકારનું સાહિત્ય પીરસતા રહે છે. પૂજય ગુરુમહારાજે અને પૂજ્ય મહંત સ્વામીએ તેને એક પુસ્તિકાના રૂપમાં તૈયાર કરવાની આજ્ઞા કરી. તેમાં ટાઈટલ પેજની ડિઝાઈન સાથે માર્ગદર્શન સાધુ વિશ્ર્વસ્વરૂપદાસ સ્વામીએ પૂરું પાડ્યું છે.
    ગુરુકુલ સાહિત્ય પ્રકાશન વિભાગ દ્વારા સાધુ રસિકવલ્લભદાસની દેખરેખ હેઠળ આ પુસ્તિકાનું પેઇજ સેટીંગ શ્રીજી સ્ટોર સંભાળતા ઉત્સાહી યુવક પીયૂષભાઈ કણસાગરાએ કર્યું છે. પેઈજ લેઆઉટ ડીઝાઇનર યજ્ઞેશ પરમારે કર્યું છે. પ્રુફીંગ સેવાકાર્ય પ.ભ. શ્રી રમણીકભાઈ રૂપારેલિયા સાહેબ, પાર્ષદ વશરામ ભગતે કરેલ છે. 
    આ પુસ્તકનું સૌજન્ય અમેરિકા નિવાસી ભૂ. વિ. શ્રી રાજેશભાઇ, ભાવેશભાઇ અને તુષારભાઇ કસવાળાએ પોતાના અક્ષર નિવાસી પિતા મધુભાઇ રામભાઇ તથા માતા કાંતાબેન મધુભાઇની પુણ્ય સ્મૃતિમાં સહર્ષ સ્વીકાર્યું છે. 
    આ પ્રકાશનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રુપે સહાય કરનાર સૌ કોઈ ઉપર ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિની કૃપા વરસતી રહે અને નિત્ય નવીન સત્સંગ સાહિત્ય સેવા કરવાનું બળ પ્રાપ્ત થતું રહે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના.  

View full details

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
  • Return & Exchanges*

  • 100% Secure Payments

  • Customer Support

1 of 3