Sadguru Purani Shree Gopinathdasji Swami
Sadguru Purani Shree Gopinathdasji Swami
Couldn't load pickup availability
Weight : 142.0 g
Height : 21.5 cm
Width : 14 cm
પરબ્રહ્મનિષ્ઠ સમર્થ સદ્ગુરુવર્ય પુરાણી સ્વામી શ્રી ગોપીનાથદાસજીના સત્સંગ સેવાપરાયણ જીવન પ્રસંગોને લગતી કેટલીક જૂની માહિતી પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજીએ ભારે દાખડો કરીને મેળવી તેની નોંધ કરી રાખી હતી જે નોંધની ફાઈલ પૂ. પુરાણી સ્વામીએ પોતે જ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજને આપેલ. એને પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે પણ તપાસી જોઈ હતી. પછી તેઓશ્રીએ તે ફાઈલ ‘સદ્વિદ્યા’ માસિકના સહતંત્રી સાધુ લક્ષ્મીનારાયણદાસજીને આપીને પૂજ્ય પુરાણી સ્વામી ગોપીનાથદાસજીના જીવન પ્રસંગોને પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવા ભલામણ કરેલી.
આ પછી સહતંત્રીએ જહેમત ઉઠાવી ટૂંક સમયમાં એ સઘળી માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવી ગુરુકુલ સંસ્થાના પ્રેસમાં છાપવાનું ચાલુ કર્યું જેને પરિણામે પ્રથમ આવૃત્તિરૂપે આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ સમય જતાં આ પુસ્તક અપ્રાપ્ય બન્યું એથી એની જરૂરિયાત જણાતાં તરવડા ગુરુકુલ દશાબ્દી મહોત્સવ પ્રસંગે કોમ્પ્યુટર રાઈઝ ટાઈપ સેંટીગ કરી એને બીજી આવૃત્તિ ઓફસેટ પે્રસમાં છપાવીને પ્રસિદ્ધ કરતાં અમને વિશેષ આનંદ થાય છે. આ કાર્યમાં જેણે સહયોગ આ5ેલ છે એ બધાને શ્રીહરિ વિશેષ સેવા કરવાનું બળ આપે એવી હાર્દિક શુભેચ્છા.
પ્રભુપરાયણ સંતોના જીવનમાં ડોકિયું કરવાનું સદ્ભાગ્ય જેને સાંપડે એનું જીવન પણ સન્માર્ગે વળીને ધન્ય ધન્ય બની જતું જોવામાં આવે છે. સદ્. પુરાણી સ્વામી ગોપીનાથદાસજીનું જીવન તપત્યાગેયુક્ત, સત્સંગ સેવાપરાયણ હતું. આ સમર્થ સંતનું જીવન ખરેખર પ્રેરણાદાયી છે. એ આ પુસ્તક મુમુક્ષુ વાચક વર્ગને જરૂર ઉપયોગી બની રહેશે એવી અમને શ્રદ્ધા છે. ઈષ્ટદેવ શ્રી હરિ સહુને સત્સંગ સાહિત્ય વાચનનું બળ પ્રેરે એવી આ પ્રસંગે અભ્યર્થના.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support