Sadguni Sant
Sadguni Sant
Couldn't load pickup availability
Weight : 150.0 g
Height : 23.5 cm
Width : 17.5 cm
એક મુમુક્ષુએ પ્રશ્ન પૂછેલો, ભગવત કૃપા અને ગુરુની કરૂણા આપણા ઉપર છે એ કેમ ખબર પડે ?”
એનો જવાબ છે ‘આપણા અંતરમાં સદરૂચિ જાગે અને નિર્મળ બુદ્ધિ થાય !”
શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે કે, મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે.
મોટા પુરુષને જેવા જાણે તેવો પોતે થાય છે.
પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું જીવન આકાશ સરખું નિર્લેપ અને નિરાળું હતું.
સદગુણના સાગર સમા ગુરુદેવના થોડા સદગુણોનું સ્મરણ એમના દીક્ષા શતાબ્દિ નિમિત્તે ભાવાંજલિ મહોત્સવ પ્રસંગે પ્રકાશિત કરાયેલા પ્રસ્તુત પુસ્તક “સદગુણી સંત” દ્વારા અત્રે શ્રી પ્રભુસ્વામીએ કરાવ્યું છે.
રેલ્વે જેમ બે પાટા પર દોડતી રહે છે. પરિણામે નિર્ધારિત સ્ટેશને પહોંચી જાય છે. તેમ મુમુક્ષુને સત્પુરૂષને વિષે જેવી ભાવના હોય છે તેવી પ્રાપ્તિ થાય છે.
ભગવત સાક્ષાત્કારને પામેલા પૂજ્ય ગુરુદેવના ગુણોને વાંચવા વિચારવાથી તેમના પ્રત્યે આપણી ભાવના વધુ બળવત્તર બને છે.
સદરૂચિ અને સદબુદ્ધિ, ગુણગ્રાહક બુદ્ધિ સંતો ભકતોમાં વધે એવા હેતુથી પ્રસ્તુત પુસ્તક શ્રી વિશ્વજીવનદાસજી સ્વામીની સહાયથી તૈયાર કરેલું છે. સહુ પૂજ્ય ગુરુદેવની સવિશેષ કૃપાપાત્ર બનતા રહે એવા શુભાશીર્વાદ સહ...


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support