Purani Swami Jivan Darshan
Purani Swami Jivan Darshan
Couldn't load pickup availability
Weight : 68.0 g
Height : 17.5 cm
Width : 12 cm
ભગવાન અને ભગવાનના અનન્ય સંતના ગુણ ગાવા લખવા એ જીવન સાફલ્યતાનો રાહ છે. આ પુસ્તિકામાં પ્રેમમૂર્તિ પ. પૂ. પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની જીવન ઝાંખી કરાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ગુણનિધિ સંતનું સમગ્ર જીવન આટલી નાની પુસ્તિકામાં સમાવિષ્ટ કરવું શક્ય નથી. ગમે તેટલા પાનાંઓ ભરીએ તો પણ શક્ય નથી.
અનંત ઉપકારનો ઋણ સ્વીકારવાનો આ અલ્પ પ્રયાસ છે. પુરાણી સ્વામીની જન્મભૂમિ ખડખડ ગામે સુંદર મંદિર થયું. ગામમાં તેમના નામની કાયમી સ્મૃતિ રહે એ હેતુથી ''પ્રેમપ્રકાશદાસજી પ્રાથમિક શાળા' બાંધવાની યોજના પણ થઈ રહી છે. ગુરુકુલ તરફથી પુરાણી સ્વામીના નામની તિથિ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં બાંધવામાં આવેલ છે. દર વર્ષે સ્વામીની તિથિ અષાઢ સુદ-૫ ના રોજ ત્યાં ઠાકોરજીના થાળ કરવામાં આવે છે.
પ્રેમમૂર્તિનો પર્યાય ન હોઈ શકે. પ્રેમનું પરમ લક્ષણ છે દયાભાવ. કોઈની ભૂલને ભૂલી જવી, કોઈએ કરેલા અપમાનને ભૂલી જવું અને કાંઈ જ બન્યું નથી એવા સહજ ભાવે વર્તવું એ અતિ કપરું છે, પરંતુ સ્વામી માટે એ સહજ હતું.
વામન દેહમાં વિરાટ આધ્યાત્મિક શક્તિ ધરાવતા પુરાણી સ્વામી જીવનભર કેવળ અન્ય માટે મીણબત્તીની જેમ જાતે જલ્યા છે ને પ્રેમનો પ્રકાશ પાથર્યો છે. અગબત્તીની જેમ બળ્યા છે ને સ્નેહની સુગંધ પ્રસરાવી છે. સાવરણીની જેમ ઘસાયા છે ને બીજાને સાફ સુંદર રાખ્યા છે. સરિતાની જેમ વહ્યા છે ને જોગમાં આવેલાને હરીયાળા બનાવ્યા છે. આવા સ્નેહમૂર્તિ ભક્તિભાવપૂર્ણ પૂ. પુરાણી સ્વામીની સ્મૃતિમાં કાંઈ નાનું એવું પણ ઉપયોગી કાર્ય થાય એ હેતુથી પ.પૂ. શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની અનુજ્ઞાથી પુરાણી સ્વામી શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ આ પુસ્તિકા પ્રસિદ્ધ કરાવી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા જોગમાં આવેલા અનેક ભાવિકોના અંતરની ઈચ્છા સાકારિત કરી છે.
પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીના ઠાકોરજીની સેવાપૂજા કરવી, એમના જીવન રાહે મંદિર નિર્માણના કાર્યો કરવા, સભાઓ કરવી, બાળકોને સત્સંગના અષ્ટકો-સ્તોત્રો કે પ્રાર્થનાઓ શીખવવી આ બધા સત્સંગ પોષક કાર્યોની સાથે શ્રીહરિ જયંતી એકાદશીના ઉપવાસ, મહાપૂજા અને જીવનભર એકટાણાં કરી રહેલા પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી સત્સંગ સંવર્ધનના કાર્યો કરી રહ્યાં છે. હાલમાં પણ અખંડ ભગવત્ પરાયણ પ.પૂ. જોગી સ્વામીના શુભાશીર્વાદથી ગામડાઓમાં નૂતન મંદિરોના નિર્માણ તથા જિર્ણોદ્ધારના સેવાકાર્યો કરી રહ્યા છે. આ પુસ્તિકા પૂ. પુરાણી સ્વામી વિષે અનન્ય ભાવ ધરાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ભાવિક ભક્તોના આર્થિક સહયોગથી પ્રકાશિત કરવામાં આવી છે. આ પુસ્તિકામાં સમાવિષ્ટ કરવામાં આવેલા પુરાણી સ્વામીના વિવિધ સ્વપ્નોનું સંકલન શ્રી છગનભાઈ કિડેચાએ કર્યું છે. આ પુસ્તિકા આપણા અંતરમાં ભગવતભાવ જગાવે, પ્રભુ પંથના પ્રવાસી બનાવે અને પ્રેરણા પીયૂષનું પાન કરાવી પ્રેરણારૂપ બની રહે એવી અભ્યર્થના સહ.

-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support