Skip to product information
1 of 2

Preranana Piyush

Preranana Piyush

Regular price ₹35.00
Sale price ₹35.00 Regular price ₹35.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

Weight : 210.0 g

Height : 21.5 cm

Width : 14 cm

ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતકારી સિદ્ધાંતોને સાકાર કરવા પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ‘ગુરુકુલ’ને માધ્યમ બનાવી અનેક જીવોને સત્સંગના રંગે રંગીને ભગવાનમાં જોડ્યા છે. તેમનાં આ સત્કાર્યોની સરિતા પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સંત-પાર્ષદના સથવારે અને ભાવિક ભક્તોના સમર્પણથી વહાવી રહ્યા છે.

પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામીનું જીવન જ આપણને આચરણીય જીવનનો શુભસંદેશ આપે છે. દેશ-વિદેશમાં શિક્ષણ, સંસ્કાર અને અનેકવિધ સેવાઓની સરવાણી વહાવી રહેલ ગુરુકુલની શાખાઓના અધ્યક્ષ તરીકેની સુપેરે જવાબદારી વહન કરી રહ્યા હોવા છતાં તેઓ અવકાશના સમયમાં સતત મંત્રલેખન અને જીવનઘડતરલક્ષી વિચારોનું આલેખન કરતા રહેતા હોય છે. સાદી, સરળ, પ્રાસાનુપ્રાસ સૂત્રાત્મક શૈલીમાં તેમના વિચારો જીવ સાથે જડાઈ જાય છે. તેઓશ્રીનું જીવન એક આદર્શ સૂત્ર જેવું છે. નાનાં દૃષ્ટાંતો અને સૂત્રો દ્વારા તેઓ થોડામાં ઘણું ‘ગાગરમાં સાગર’ની જેમ કહી જાય છે.

આજે ઈલેકટ્રોનિકનાં અવનવા વિવિધ ઉપકરણોના સહારે માનવ જીવનમાં ઝડપ આવતા આબાલવૃદ્ધ સહુ ભારે વ્યસ્ત રહે છે, જેથી લાંબા લેખો તેમજ મોટી વાર્તાઓ વાંચવાનો કોઈને સમય જ રહેતો નથી. આજે શોર્ટકટના જમાનામાં શોર્ટ અને સ્વીટ નાની વાર્તાઓની બોલબાલા છે. એને અનુલક્ષીને પૂ. મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીનાં પ્રવચનોમાંથી સંકલન કરીને ૩૦પ નાની વાર્તાઓનો સંગ્રહ ‘પ્રેરણાનાં પીયૂષ’રૂપે પ્રકાશિત કરી રહ્યા છીએ.

નાની વાર્તાઓ નાના કે માટા સહુને ગમે છે એમાંય કુમળા બાળકોને તો સવિશેષ. તુરત વંચાઈ જાય ને વાચનની શ્રદ્ધા જળવાઈ રહે. વળી જીવન ઉપયોગી શિખામણ મળે, ચતુરાઈ કેળવાય અને જીવનનું વહેણ પણ બદલાઈ જાય. ડહાપણ સાથે શાણપણ મળે. વળી ભોટપણ અને મૂર્ખાઈ પણ દૂર થઈ જાય. 

પ્રેરણાનાં આ પાવન પ્રસંગો સદાચાર, નમ્રતા, વિનય વિવેક, નીતિમત્તાનાં મૂલ્યો વગેરેની સુગંધથી મઘમઘે છે. આ પુષ્પોનું સેવન વાચકના બાહ્ય-આંતર જીવનને જરૂર સુગંધથી સભર ભરી દેશે.

આ ઉપરાંત પૂ. સ્વામીજીના સદ્‌વિદ્યામાં આવતા અને સત્સંગની સમજણ દૃઢ કરાવતા અધ્યાત્મ સભર લેખોનું સંકલન કરીને કેટલાંક પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં જીવન સુમન, સાચો વારસો, જીવન પાથેય, જીવન જીવવાની કળા, જીવન જ્યોત વગેરે લખાણનાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. પૂ. સ્વામીજીની કથાવાર્તા ઉપરથી તારવેલ દૃષ્ટાંત સિદ્ધાંત પુસ્તક કે જેમાં જીવનનો ઉત્તમ પાઠ ભણાવતા ૪૦૦ ઉપરાંત સત્સંગ અને લોકજીવનનાં દૃષ્ટાંત -સિદ્ધાંતનું સંકલન કરવામાં આવેલ છે. 

આજના ધમાલિયા જીવનની વ્યસ્તતામાં ચિત્તમાં ચોટી જાય અને જીવનની દશા અને દિશા પરિવર્તિત કરી નાખે તેવા સૂત્રોનું સંકલન સંસ્થા દ્વારા ‘અમૃતનું આચમન’ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે. મુમુક્ષુ પાઠકગણના આગ્રહને સંતોષવા અને પોષવા, નિશ્ચિત શીર્ષક દ્વારા સંદર્ભરૂપે ઉપયોગી થાય તેવા હેતુથી આ પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે. 

View full details

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
  • Return & Exchanges*

  • 100% Secure Payments

  • Customer Support

1 of 3