Skip to product information
1 of 2

Prenanu Pathey

Prenanu Pathey

Regular price ₹20.00
Sale price ₹20.00 Regular price ₹20.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

Weight : 220.0 g

Height : 21 cm

Width : 14 cm

ભગવાન શ્રીસ્વામિનારાયણના નામ અને સિદ્ધાંતોથી ચાલતી સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ દ્વારા પ. પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ‘સદ્વિદ્યા’ માસિક અને સત્સંગપોષક સાહિત્ય સેવાની સને 1952માં શુભ શરૂઆત કરી, જેનું વહન હાલ સંસ્થાના મહંત પ.પૂ. ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પાવન નિશ્રામાં ‘સદ્વિદ્યા’ના તંત્રી વડીલ પૂ. શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી તથા સંતો-પાર્ષદો કરી રહ્યા છે.

સંસ્થા દ્વારા અવારનવાર ઉત્સવ સમૈયા કે આધ્યાત્મિક શુભ પ્રસંગોએ સમાજ ઉપયોગી નૂતન સાહિત્યનું પ્રકાશન થતું રહે છે. સંપ્રદાયની પુષ્ટિનો હેતુ પણ ઈષ્ટદેવ સંબંધી શાસ્ત્રો જ છે. તેનો જેટલો પ્રચાર અને પ્રસાર થશે તેટલો જ જીવના અંતરમાં ભગવાનનો નિશ્ર્ચય દૃઢ થશે. સત્સાહિત્ય તો માનવ જીવન માટે ટોનિકનું કામ કરે છે, જેનાથી સમાજ, કુટુંબો અને સંસ્થાઓના માણસો વિચાર, વાણી અને વર્તનથી એકબીજા સાથે સારી રીતે જોડાયેલા રહે છે. જનમંગલ સ્તોત્રમાં શતાનંદ સ્વામીએ ‘સત્શાસ્ત્રવ્યસનાય નમ:’ એવું ભગવાન શ્રીહરિનું એક નામ આપ્યું છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત માનસિક વિકૃતિઓને દૂર કરવી તે આંતરિક શુદ્ધિ પણ જીવન તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. સહજાનંદ સ્વામીનો સંપ્રદાય આ માટે ખૂબ જાગૃત છે.

હરહંમેશ સત્સંગ કથાવાર્તાના વ્યસની એવા પૂ. શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી માટે તો સાહિત્ય એ ઓક્સિજન સમાન છે. તેઓ પોતાના આસને હરહંમેશ સાહિત્યની હાટડી માંડીને બેઠા હોય! સંતો, ભક્તજનો અને વિદ્યાર્થીઓ પણ અચૂક સ્વામીની સૂત્રાત્મક સભર અમૃતવાણીનું પાન કરતા હોય છે.

પાથેય એ છે કે માર્ગ ફંટાવ્યા વગર ધારેલા સ્થાને પહોંચાડે. તેમાં પણ કોઈની પ્રેરણા મળી જાય તો આ પાથેય સહજતાથી અને આનંદ સાથે લક્ષ્ય સિદ્ધ કરાવી આપે. મોક્ષમાર્ગે બીજાને પ્રેરણા પૂરી પાડવી એ તો મરજીવાનો માર્ગ છે, એ માર્ગે જનારને સાચા મોતીઓ જરૂર મળે છે.

જેમનું જીવન જ સહુ કોઈને પ્રેરણા પૂરી પાડનારું આદર્શરૂપ છે તેવા પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, જેને ગુરુકુલ પરિવાર પૂ. ગુરુ મહારાજના હુલામણા નામથી સંબોધતા રહે છે. વર્તનથી વાતો કરનારા પૂ. સ્વામીનો યોગ ગુરુકુલમાં દર્શને પધારનાર સહુ કોઈને સહેજે થાય છે છતાં દૂર સુદૂરના ભાવિક ભક્તજનો, વિદ્યાર્થીઓ માટે પૂ. સ્વામીની કલમે સદ્વિચારો, મહામાનવો અને મહાપુરુષના પ્રેરક પ્રસંગોનું આલેખન થતું રહે છે. આ પુસ્તકમાં પણ તેવા પ્રસંગોનું સંકલન થયું છે.

આ પ્રકાશનમાં સુરત સ્થિત ગુરુકુલના ત્રણ વિદ્યાર્થી (1994 બેચ) ભાઈઓ ડો. શ્રી ઘનશ્યામભાઈ ધીરૂભાઈ ચોવટિયા, ડો. શ્રી હરેશભાઈ કાળુભાઈ સાવલિયા અને શ્રી ઘનશ્યામભાઈ ભીખાભાઈ કથીરિયાએ આર્થિક સહયોગ પૂરો પાડીને ગુરુપૂર્ણિમા નિમિત્તે સહર્ષ સૌજન્ય સ્વીકારેલ છે.

આ પુસ્તક તૈયાર કરવામાં સાધુ રસિકવલ્લભદાસજી ઉપરાંત પ.ભ. શ્રી ગોરધનભાઈ સખિયા તથા મનીષભાઈ ચાંગેલાએ સંકલનની સેવા કરેલ છે. પ.ભ. શ્રી રમણીકભાઈ રૂપારેલિયા સાહેબ તથા પાર્ષદ વશરામ ભગતે પ્રૂફ રિડીંગ કરેલ છે. પુસ્તકનું ઈનર પેઈજ લે-આઉટ તથા ટાઈટલ પેઈજની ડિઝાઈન પૂ. શ્રી વિશ્ર્વસ્વરૂપદાસજી સ્વામીએ સહર્ષ કરી આપેલ છે.

રાજકોટ ગુરુકુલમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા મહેતા બંધુ શ્રી રાજેશભાઈ તથા શ્રી મનીષભાઈએ ટાઈપીંગની સેવા આપેલ છે. તે સહુ કોઈ ઉપર શ્રીજી મહારાજની પ્રસન્નતા ઉતરે એ જ અભ્યર્થના !

View full details

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
  • Return & Exchanges*

  • 100% Secure Payments

  • Customer Support

1 of 3