Paramhans Namavali
Paramhans Namavali
Couldn't load pickup availability
Weight : 60.0 g
Height : 22 cm
Width : 14 cm
સત્યની પેઠે સંપ્રદાયને પારખવાના કેટલાક ઈતિહાસ પ્રસિદ્ધ સિદ્ધાંતો હોય છે.
શંકરાચાર્યના ચાર પટ્ટશિષ્યો હતા, વલ્લભાચાર્યજીના આઠ સખા હતા, મહાવીર પ્રભુના અગિયાર ગણધર હતા, ઈશુ ખ્રિસ્તના બાર એપોસ્ટલો હતા. જે તે ધર્મના ધર્મસ્તંભો હતા.
સ્વામિનારાયણ સંપ્રદાયના પણ આવા આધારસ્તંભરૂપ નંદ સંતો-પરમહંસો, પાર્ષદો અને અનેક એકાંતિક ભક્તો હતા કે જેમણે શ્રીજી મહારાજના વચને ટૂંક ટૂક થઈ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની દ્રઢતા વડે અનુપમ દાખડાઓ કરી સંપ્રદાય અને સત્સંગનો દ્રઢ પાયો નાખ્યો છે. કષ્ટ વેઠીને, મારખાઈને મહારાજને ઓળખાવ્યા છે તેવા આધાર સ્તંભરૂપ સંતો, બ્રહ્મચારીઓ, પાર્ષદો અને ભક્તોને ઓળખાવતી પુસ્તિકા જીર્ણ અને અપૂર્ણ અવસ્થામાં દૈવ સંજોગે હાથ આવેલી. કાળે કરીને એ અમૂલ્ય વારસો પણ હાથમાંથી સરી ન જાય એવા શુભાશયથી ઉપલબ્ધ આ પરમહંસ નામાવલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા પ્રસિદ્ધ કરેલ છે.
શ્રીજી છતાંના નંદસંતો, દાસસંતો, બ્રહ્મચારીઓ, સન્યાસીઓ, પાર્ષદો કક્કાવારી પ્રમાણે છાપેલ છે. જ્યાં એકથી વધુ સંખ્યામાં તે સંતો હોય છે ત્યાં ( ) માં સંખ્યા લખેલ છે. દા.ત. અખંડાનંદ સ્વામી (૨) બે હતા. અચિંત્યાનંદ સ્વામી (૩) ત્રણ હતા.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support