Paramhans Gatha Part - 3
Paramhans Gatha Part - 3
Couldn't load pickup availability
Weight : 622.0 g
Height : 22 cm
Width : 14.5 cm
આ પરમહંસ ગાથા એટલે સહજાનંદરૂપી સૂર્ય માટે જીવનની કુરબાની આપનાર મહામુક્ત સમા સંતોનાં ચરિત્રોની દિવ્ય ગાથા..
પરમહંસ ગાથા એટલે પ્રભુજીને પામવાના અનુપમ, અનુભવી ભોમિયા સંતોનું અલૌકિક જીવન દર્શન..
પરમહંસ ગાથા એટલે આપણી અંતરની વ્યથાને ઉકેલનારી અલૌકિક કથાઓ..
આ ગ્રંથમાં ગૂંથાયેલા પરમહંસોનાં જીવન ભક્ત હૃદય માટે ખારા સાગરમાં મીઠી વીરડી સમાન છે, ત્રિવિધ તાપથી તપતા હૈયાને ઠારવા માટે શીતળ સદાવ્રત સમાન છે. ભારતીય સંપ્રદાયોમાં અનેક ગાથાઓ ગૂંથાણી છે; પરંતુ જેમણે ભગવાનને પ્રગટ પ્રમાણ જાણ્યા છે, માણ્યા છે, તેમને ઓળખીને જીવન સમર્પિત કર્યાં છે, પ્રગટ પ્રભુની પ્રસન્નતાથી છતે દેહે પૂર્ણતા અનુભવી છે એવા પરમહંસો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ જોવા મળે છે. આ પરમહંસોએ શ્રીહરિ માટે સર્વસ્વ કુરબાન કર્યું હતું.
આ સંતોનાં જીવન એટલે પ્રગટ પ્રભુનો આશરો અને સ્વરૂપનિષ્ઠા, ભક્તિ અને વિરક્તિ, તપ અને ત્યાગ, સેવા અને સમર્પણ, શ્રદ્ધા અને મુમુક્ષુતા, ખપ અને ખટકો, સરળતા અને સાદાઈ, અચળ ટેક અને વચન પાલનની દઢતા જેવા સદ્ગુણોની પ્રભુને અર્પણ થયેલી અલૌકિક પુષ્પમાળા.
ભગવાનના સંબંધમાં આવેલા સર્વ પ્રત્યે દિવ્યભાવના, આત્મનિષ્ઠા અને આત્મીયતાથી સભર આ માળા છે. આ સંતોના જીવન કવનના વાચનથી આપણું જીવન પણ એવા અલૌકિક સદ્ગુણોથી સભર બને એ જ અભ્યર્થના..


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support