Paramhans Gatha Part - 1
Paramhans Gatha Part - 1
Couldn't load pickup availability
Weight : 620.0 g
Height : 22 cm
Width : 14.5 cm
અર્થ : શ્રુતિઓ અને સ્મૃતિઓ અનેક પ્રકારની છે. એકપણ એવા મુનિ નથી કે જેનો મત (વચન) પ્રમાણભૂત હોય. ધર્મનું તત્ત્વ (રહસ્ય) અતિ ગૂઢ છે. માટે મહાપુરુષો જે રસ્તે ચાલ્યા (જેનું અનુસરણ કર્યું) હોય એ જ સાચો માર્ગ છે.
આવું ધર્મનું તત્ત્વ છે તે મહાપુરુષોનાં જીવનમાંથી મળતું હોય છે. ધર્મ વિના માનવજીવન શોભતું નથી. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં કહે છે સત્સંગ અને ભક્તિ વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. ભક્તિ પણ ધર્મે સહિત જ કરવાનું કહ્યું છે. આમ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ આવા દુર્લભ સદ્ગુણોથી જેણે પોતાના જીવનને શણગાર્યા છે એવા સંતો - ભક્તજનોનો માર્ગ એ જ ધર્મનું રહસ્ય છે. ભગવાન સ્વામિનારાયણ દીક્ષિત એવા આદર્શ પરમહંસોનાં જીવનચરિત્રોનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાતીગળ ભારતીય ભૂમિમાં અનેક સિદ્ધો, જોગીઓ, જતીઓ, સતીઓ અને સંતો, મહંતોની જીવનગાથા ઈતિહાસમાં આલેખાયેલી છે. એ સૌમાં પુરુષોત્તમ-નારાયણને પામી ગયેલા પરમહંસોની જીવનગાથા કંઈક આગવી છાપ પાડે છે. પોતાના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન માટે જીવનને કુરબાન કરનારા આ પરમહંસોના જીવન પ્રત્યેક વ્યક્તિ માટે અનુભવી ભોમિયાની ગરજ સારે છે.
સ્વામિનારાયણ ભગવાન નૂતનયુગના ઉગતા સૂર્યોદય હતા, તો તેમના પરમહંસો ઝળહળતા સૂર્યની નક્ષત્રમાળા રૂપ હતા. સ્વામિનારાયણ ભગવાનના પરમહંસમંડળમાં અનેક મહાન સંતો થયા. તેમના દીક્ષિત આ સંતો ‘નંદસંતો’ તરીકે ઓળખાતા. તેમાં સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી, યોગીરાજ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી વગેરે સંતોની શિષ્યપરંપરા હાલ પણ વિદ્યમાન છે. મૂળ સંપ્રદાયની મર્યાદા પ્રમાણે તે મહાન સંતોના શિષ્યો આજે વડતાલ દેશ તથા અમદાવાદ દેશ એમ બે મુખ્ય ગાદી સાથે અતૂટ સ્નેહનો નાતો ધરાવે છે.
વડતાલધામમાં સાહિત્યક્ષેત્રે ખૂબ જ બહોળો અનુભવ ધરાવનારા અને વર્ષોથી જેમણે સાહિત્યનું ખૂબ જ સંશોધન કરેલું છે અને મૂળ સંપ્રદાયના પ્રાય: ગ્રંથો તથા ખરડાઓ જેમણે વાંચ્યા છે એેવા શાસ્ત્રી બ્રહ્મપ્રકાશદાસજી સ્વામીએ લખેલા કેટલાક પરમહંસોનાં અપ્રકાશિત જીવન સંતો અને સત્સંગીઓ માટે એક પ્રેરણાદાયી વારસો છે. આ પરમહંસગાથા સત્સંગ સમાજ માટે એક નવલું અને ગૌરવવંતું સાહિત્ય છે.
સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન આ પરમહંસોએ પોતાના તનમનની પરવા કર્યા વિના ભગવાનને ચરણે જીવન સમર્પિત કર્યાં હતાં. આ પરમહંસો ઉપર અનેક વાર પુરુષોત્તમનારાયણ વારી ગયા હતા. પરમહંસોનાં જીવનમાંથી આશરો અને સ્વરૂપનિષ્ઠા, ભક્તિ-વિરક્તિ, ખપ-ખટકો, તપ-ત્યાગ, સેવા-સમર્પણ શ્રદ્ધા-વિશ્ર્વાસ અને મુમુક્ષુતા, દાસભાવ આદિ અનેક સદ્ગુણો આપણા હૃદયને સ્પર્શી જાય તેવા છે.
સ્વામિનારાયણ ભગવાનની મરજીના મરજીવા બનીને જીવનારા આ પરમહંસોએ સંસારને તૃણવત્ ત્યાગ્યો હતો. આ સંતો સુખમાં છલકાયા નથી અને દુ::ખમાં ધીરજ ગુમાવી નથી. કેવળ ભગવાનના ભરોસે ઝંપલાવી ભગવાનની રુચિમાં જીવન જીવીને જીવતરને ધન્ય કર્યું છે. આ ગ્રંથ વાંચનાર સહુ કોઈને અંતરમાં સત્સંગના પ્રચાર અને પ્રસારમાં આ સંતોનું પાયાનું સમર્પણ નજર સામે તરી આવશે.
સાધુ બ્રહ્મપ્રકાશદાસજી સ્વામી દ્વારા તૈયાર થયેલ આ ગ્રંથનું ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા પ્રકાશન કરતા અમો સહુ સંતો આનંદ અનુભવીએ છીએ. ગુરુકુલના સાહિત્ય પ્રકાશન વિભાગ દ્વારા આ ગ્રંથ પુસ્તકના રૂપમાં તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રકાશનમાં શ્રીહરિકૃષ્ણ ડાયમંડ-સુરતના ધોળકિયા પરિવારે આ ગ્રંથનું સેવાસૌજન્ય સ્વીકારેલ છે. આ ગ્રંથના સંકલન અને પ્રકાશન કરવામાં સહયોગી થનારા સહુ કોઈ ઉપર ભગવાન શ્રીહરિની કૃપાવર્ષા થતી રહે તેવી અભ્યર્થના..
સાધુ દેવપ્રસાદદાસના
જય સ્વામિનારાયણ


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support