Panchvartaman
Panchvartaman
Couldn't load pickup availability
Weight : 200.0 g
Height : 21.5 cm
Width : 14 cm
કથાશ્રવણ એ સત્સંગનો પાયો છે. ભગવાન સ્વામિનારાયણે સત્સંગને નવપલ્લવિત રાખવા કથાવાર્તાનું સુંદર આયોજન કરેલ છે. કથાના શ્રવણથી જ મનુષ્યને પોતાના જીવનનું સાચું કર્તવ્ય શું છે? તે સમજાય છે. આજના આધુનિક જમાનામાં સ્વચ્છંદતા અને વિલાસિતાનો પવન ફૂંકાવાથી ભારતીય સંસ્કૃતિ, જે ધર્મભાવનાથી ભરાયેલી હતી તે કીંકર્તવ્યમૂઢ થઈ ગઈ છે.
ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત એવા ગૃહસ્થ હરિભકતોને તથા ત્યાગીસંતોને પંચવર્તમાન રૂપી ધર્મસંબંધી કર્તવ્ય આપેલ છે જેનું પાલન જીવનમાં કેમ કરવું? તે સર્વેને સમજવું ખૂબ જ જરૂરી છે. પુરાણી શ્રી હરિસ્વરુપદાસજીએ ખૂબ જ વાંચન, ચિંતન અને મનન કર્યા બાદ દુનિયાભરના પ્રાપ્ત આંકડાઓને ટાંકીને દરેકે દરેક વર્તમાન (પંચવર્તમાન) પર સુંદર કથાવાર્તા કરેલ છે. જેનાથી સત્સંગી માત્રને પંચવર્તમાન પાલનમાં પરિપૂર્ણ માર્ગદર્શન મળી રહેશે તેવી અપેક્ષા છે.
ગુરુકુલના મહોત્સવો, કથા પારાયણો, જ્ઞાનસત્ર-બ્રહ્મસત્ર તેમજ ધનુર્માસની કથાઓમાં પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીએ રજૂ કરેલાં પ્રવચનોને ગ્રંથાકાર મૂકવાનો પ્રયાસ અમદાવાદ ગુરુકુલમાં સેવા કરતા સાધુ નિર્ગુણજીવનદાસજી સ્વામી, શ્રી ઉમેશભાઈ યાજ્ઞિક, શ્રી કીર્તિભાઈ ધોળકિયા વગેરેએ કર્યો છે તે ખૂબ જ આનંદની વાત છે. સત્ સાહિત્ય પીરસવાની, પ્રગટ કરવાની અને તેમાંથી જીવન વિશે પ્રેરણા લેવાની ઉચ્ચભાવના સૌમાં વૃદ્ધિ પામે એવી પ્રભુચરણોમાં પ્રાર્થના.

-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support