Padyatrana Pagle Pagle
Padyatrana Pagle Pagle
Couldn't load pickup availability
Weight : 96.0 g
Height : 21.5 cm
Width : 14 cm
પગપાળા કરાતી તીર્થયાત્રાનો અપૂર્વ મહિમા છે. આધ્યાત્મિક સાધના તરીકે પરાપૂર્વથી એનું ગૌરવ ગવાતું આવે છે. પ્રભુસ્મરણ કે નામ-જપ સાથે કરાતી પદયાત્રામાં પગલે પગલે યજ્ઞનું ફળ મળે છે. મહાભારતમાં એનો એક સરસ પ્રસંગ છે.
ઈન્દ્રપ્રસ્થમાં પાંડવોએ યોજેલ રાજસૂય યજ્ઞમાં સ્થાપન કરેલ શંખવાગે એટલે યજ્ઞ પૂર્ણ થયો ગણાય. શંખધ્વનિ થયો નહિ એટલે પૂર્ણાહુતિ અધુરી રહી. એથી ચિંતીત બની તપાસ કરતા જણાયું કે બધા લોકો જમ્યાછે પણ હાલ આવીને થોડે દૂર બેઠેલ દુર્વાસા ઋષિએ હજુ યજ્ઞના દર્શન કે ભોજન કર્યું નથી તેથી શંખ ક્યાંથી વાગે ?
દુર્વાસાજીને ઝટ તેડી લાવવા નકુલને ત્વરિત મોકલવામાં આવ્યા. યજ્ઞમાં પધારી ભોજન ગ્રહણ કરવાની વિનતિના પ્રત્યુત્તરમાં દુર્વાસાએ રાજસૂય યજ્ઞનું ફળ જ દક્ષિણારૂપે માગ્યું. આથી નિરાશ થઈ નકુલે આવીને આની જાણ કરી તેથી સહદેવજી, અર્જુનજી, ભીમસેનજી ને યુધિષ્ઠિરજી પણ એક પછી એક મુનિને મનાવવા દોડી તો આવ્યા પણ દુર્વાસાજી પોતાની શરતમાં મક્કમ રહ્યા. હવે પાંડવો મૂંઝાણા. કેટકેટલા પરિશ્રમથી આ એક યજ્ઞ માંડ માંડ થઈ શક્યો એ પાંડવો જાણતા હોવાથી યજ્ઞનું ફળ આમ આપી દેવા એ તૈયાર ન થયા. આના સુખદ સમાધાન માટે શ્રીકૃષ્ણ પ્રભુએ ઉપાય શોધીને દ્વૌપદીજીને કળ બતાવીને મોકલ્યા. એ ત્યાર થયા એટલે એમને કહેવામાં આવ્યું તમે જાવ ભલે પણ જો જો રાજસુય યજ્ઞનું ફળ આપી આવતા નહિ.
દ્વૌપદીજીએ આવી પાલવ પાથરીને દુર્વાસાજીને પંચાંગ પ્રણામ કરીને નમ્રતાથી કહ્યું; ‘‘ઋષિવર, શાસ્ત્રોમાં કહ્યું છે કે પગે ચાલીને નામસ્મરણ સાથે દેવદર્શન, સંતદર્શન કે તીર્થયાત્રાએ જાય એને પગલે પગલે યજ્ઞનું ફળ મળે એ વચન સાચું ?’’
‘‘દેવી, એ શાસ્ત્ર વચનને મારાથી ખોટું કેમ કહેવાય ?’ દુર્વાસાએ સંમતિ આપી.
‘હું અહીં પ્રભુસ્મરણ સાથે આપના દર્શને ૧૦૦ ડગલાં ચાલીને આવીછું તો આપની શરત મુજબ દક્ષિણામાં એક રાજસુયજ્ઞનું ફળ લઈ લ્યો ને નવાણું યજ્ઞનું ફળ આપવા યજ્ઞમાં ભોજન કરવા પધારો.’ દ્રૌપદીજીએ સહર્ષ સ્પષ્ટતા કરતા કહ્યું.
આ સાંભળતાં જ દુર્વાસાજી દિગ્મૂઢ થઈ ગયા ને કાંઈ દલીલ કર્યાં વિના ડાહ્યા ડમરા થઈને દ્વૌપદીજીની પાછળ ચાલવા લાગ્યા. દુર્વાસાજીને આમ નિર્માની બનીને ચાલ્યા આવતા જોઈને ભીમે કહ્યું, ‘તમે રાજસુયજ્ઞફળ દઈને દુર્વાસાને લાવ્યા કે શું !!’
દ્વૌપદીજીએ સ્પષ્ટતા કરતાં કહ્યું,‘કાંઈ ચિંતા કરોમા. રાજસુયજ્ઞનું ફળ દઈને નહિ પણ ૯૯ રાજસુયજ્ઞોનું ફળ લઈને દુર્વાસાજીને હું બોલાવી લાવી છું.’
દ્વૌપદીજીની આવી ચતુરાઈ જાણીને પાંડવો ભારે પ્રભાવિત થયા. દુર્વાસાજીએ પ્રભુને સંભારી ભોજન પૂર્ણ કર્યું કે તુરત જ શંખનાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું ને ચોમેર હર્ષભેર જયનાદ કરીને લોકોએ યજ્ઞ પૂર્ણાહુતિનો પોતાનો હર્ષ વ્યકત ર્ક્યો.
ખરેખર આ પુનિત પ્રસંગ પદયાત્રાનું માહાત્મ્ય સમજાવી જાય છે. અમે પણ આ પદયાત્રા દરમિયાન ધૂન-કીર્તનનું ગાન કરીને પગલે પગલે પ્રભુ શ્રીહરિને સંભાર્યા છે, માળાઓ કરીને નામસ્મરણ કર્યું છે. કોઈ પદયાત્રીએ ગામગપાટા કે જરાપણ આલતું ફાલતું વાતોય કરી નથી. પુરાણી સ્વામી અને સાથેના સંત-હરિભક્તો એના સાક્ષી છે.
આવી ભજનસ્મરણભરી પદયાત્રા દરમિયાન ભગવાન શ્રીસ્વામિનારાયણે ડગલે પગલે પદયાત્રીઓની સહાય ને રક્ષા કરી છે. કોઈને અકસ્માત નડ્યો નથી, કોઈ માંદા પડ્યા નથી, લુંટાયા નથી. રસ્તા ઉપર પ્રત્યેક સ્થળે ઉતારાની સાનુકૂળતા મળતી રહી. ભાવિકોએ પ્રભાવિત થઈને ક્યાંક પદયાત્રીઓનાં સામૈયાં કર્યાં. કિસાનોએ રીંગણાં, મૂળા, ટમેટાં સેવામાં સહર્ષ આપ્યાં, રાતવાસો ને નહાવાધોવાની સુવિધાઓ ઠેરઠેર મળતી રહી. આ બધું શ્રીહરિની કૃપા, પૂ. પુરાણી સ્વામીની નિષ્ઠા અને પૂજ્યપાદ જોગી સ્વામી હરિપ્રકાશદાસજીના આશીર્વાદ અને ભજનસ્મરણને આભારી છે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support