Nitya Vidhi - Shikshapatri
Nitya Vidhi - Shikshapatri
Couldn't load pickup availability
Weight : 117.0 g
Height : 12 cm
Width : 9 cm
પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ અત્યંત કૃપા કરીને દીર્ધદૃષ્ટિથી સર્વશાસ્ત્રોના સારરૂપ સર્વજીવોને હિતાવહ એવી આ શિક્ષાપત્રી સ્વહસ્તે લખી છે. તેથી તેમની આ વાણી તેમનું જ સદાય પ્રગટ સ્વરૂપ છે. શ્રીહરિએ સ્વયં શિક્ષાપત્રીના ૨૦૯માં શ્લોકમાં એ વાત કહી છે. તેથી એ પરમ આદર્શ, આદરરૂપ અને ઉપાસ્ય સ્વરૂપ બને છે. શિક્ષાપત્રી એટલે ધર્મ મર્મજ્ઞોનું ધબકતું ધર્મ શાસ્ત્ર, નીતિ વિશારદોનું નિપુણ નીતિશાસ્ત્ર, સ્મૃતિજ્ઞોનું એ સ્મૃતિ શાસ્ત્ર છે. જ્યારે આજના વિછિન્ન સમાજ જીવનમાં જીવતા લોકો માટે તો જીવંત સમાજશાસ્ત્ર છે.
શિક્ષાપત્રીના આદેશોનું સમાજમાં પાલન થાય તો ખરેખર આજના આ સમાજજીવનનું ચિત્ર બદલાઈ જાય એટલું જ નહિ અનેક વિટંબણાઓ હલ થઈ જાય. આ પુસ્તકમાં શિક્ષાપત્રી ઉપરાંત મુમુક્ષુને નિત્યપાઠમાં ઉપયોગી એવા પંચરત્ન સમા જનમંગલ, સર્વમંગલ, હરિકવચ, નારાયણકવચ, સંકટહર સ્તોત્ર તેમજ હનુમત્સ્તોત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ સાયં પ્રાર્થનામાં ઉપયોગી ગોડીથી પોઢણિયા સુધીનાં નિત્ય નિયમો, અષ્ટકો, કીર્તનો, ધ્યાન ચેષ્ટાંનાં પદો, સૂતક નિર્ણય વગેરેને પણ સમાવી લીધાં છે.
સંપ્રદાયમાં ‘નિત્યવિધિ’થી પ્રસિદ્ધ આ લઘુગ્રંથમાં દરેક સત્સંગીને દૈનિક પ્રાર્થના-સ્તુતિ-પાઠવિધિમાં ઉપયોગી સામગ્રી સમાવિષ્ટ થવાથી સહજરીતે વધુ ઉપયોગી સિદ્ધ થશે. સંસ્કૃત શ્લોકોને દેવનાગરીલિપિ (બાળબોધલિપિ) ને સ્થાને ગુજરાતીમાં છાપવા પાછળ તેનો પાઠ કરવામાં સરળતા રહે તેવો આશય રહ્યો છે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support