Mahapooja Vidhi Vivechan
Mahapooja Vidhi Vivechan
Couldn't load pickup availability
Weight : 127.0 g
Height : 20 cm
Width : 14 cm
મુમુક્ષુને આરાધના માટે ભગવત્ સ્વરૂપ છે જ્યારે સાધના માટે નવધા ભક્તિ છે. જે ભક્તિ દ્વારા ભગવાનના સ્વરૂપમાં વિશેષ પ્રેમ પ્રગટે તે ભક્તિ તેને માટે શ્રેષ્ઠ છે. સત્સંગમાં સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી પ્રવર્તિત પ્રચલિત મહાપૂજા એ પ્રભુ પ્રેમ પ્રગટાવવાનું માધ્યમ છે.
મહાપૂજા એટલે ?... ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અવતારો, ઈશ્વરો, અનંત મુક્તો, પાર્ષદોએ સહિત વિશિષ્ટ અને વિશેષ રૂપે ભક્તિભાવ પૂર્વક કરાતી મોટી પૂજા એ મહાપૂજા.
ભગવાન શ્રીસ્વામિનારાયણે શિક્ષાપત્રીના શ્ર્લોક ૭૭મા પોતાના આશ્રિતોને ચાતુર્માસમાં મહાપૂજા કરાવાની વિશેષ આજ્ઞા કરી છે. સુખ-દુ:ખના પ્રસંગોમાં ભક્તોના સંકલ્પને પૂર્ણ કરતી આ મહાપૂજાની રચના સદ્ગુરુ શ્રી અખંડાનંદ બ્રહ્મચારીએ કરી છે. જે ‘આદિનારાયણ મહાપૂજા’ તરીકે કહેવાય છે. જેને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ જૂનાગઢ ખાતે શ્રીજી નિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિર, જવાહર રોડ ખાતે સંવત્ ૧૯૦૧ જેઠ સુદ-૧૧ એકાદશી ના રોજ સૌ પ્રથમવાર આ મહાપૂજા દ્વારા પૂજા કરાવીને પ્રવર્તન કરાવેલું અને સાથે આશીર્વાદ આપેલા છે કે આ મહાપૂજા કરાવનારના મનના સંકલ્પોને ભગવાન શ્રીસ્વામિનારાયણ પૂર્ણ કરશે. માંગલિક પ્રસંગોને નિર્વિઘ્નપણે પાર પાડવા, નૂતન ગૃહપ્રવેર્શો, નૂતન કાર્યના પ્રારંભે તથા જીવનમાં આવતા યત્કિંચિત દુ:ખના નિવારાણાર્થે ભાવિક ભક્તો સંતો કે પવિત્ર બ્રાહ્મણો પાસે આ મહાપૂજા કરાવતા હોય છે. પોતાની મનોકામના આ મહાપૂજા દ્વારા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂર્ણ કરે છે એવી અનેક ભક્તોને અનુભૂતિ થઇ રહી છે.
આજે પણ નિત્ય જૂનાગઢ, જેતપુર, વડતાલમાં સદ્. ગોપાળાનંદ સ્વામીના આસને તથા રાજકોટ, સુરત, તરવડા ગુરુકુલ આ મહાપૂજા થાય છે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support