Kirtan Sar Sangrah
Kirtan Sar Sangrah
Couldn't load pickup availability
Height : 18 cm
Width : 12 cm
પ્રભુ પ્રસન્નતા પામવા માટે નવધા ભક્તિને સર્વ શ્રેષ્ટ સાધન ગણવામાં આવ્યું છે. નવધા ભક્તિમાંય કીર્તન ભક્તિને કળિયુગમાં કલ્પવૃક્ષ સમાન માનવામાં આવે છે. કારણ કે સંકીર્તન એક એવું અદ્દભુત પ્રેમ રસાયણ છે કે જેના સેવનથી મનને સહેલાઈથી પ્રભુમાં સંલગ્ન કરી શકાય છે. ને પ્રભુમૂર્તિની સ્મૃતિ થયા કરે છે.
ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિને કીર્તન ભકિત અતિ પ્રિય હતી. પોતે સભામાં ગવૈયા સંતો પાસે હંમેશાં સંકીર્તન કરાવતા. એટલું જ નહિ કથા વંચાતી હોય તોય પોતે કીર્તન સાંભળતા ને ચપટી વજાડીને ભેળા ગાવા લાગતા.
રાજકોટ, જુનાગઢ અમદાવાદ અને સુરત સ્વામિનારાયણ ગુરુકુલમાં સવાર સાંજ વિદ્યાર્થી ઓસ મુહમાં પ્રેમવિભોરભાવે કીર્તન બોલતા હોય ત્યારે વાતાવરણ બ્રહ્મભીનું ભાસે ને સાંભળનારને અંતરમાં અનેરો આનંદ ઉભરાય.
આ વિદ્યાર્થી ઓને સંકીર્તન ભક્તિમાં ઉપયોગી થાય એવા હેતુથી આ 'કીર્તન સાર સંગ્રહ' નામનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જેનું સંકલન તથા પ્રુફ તપાસવાની સેવા ખંતથી પુજારી ધર્મપ્રકાશદાસજીએ બજાવી છે. આ પુસ્તકમાં સંગ્રહાએલા પ્રચલિત પ્રભાતિયાં, ઉપદેશ તેમજ લીલા આદિના પદે કીર્તન ભક્તિમાં રુચિવાળા સહુ કોઇને ઉપયોગી થાય એવાં છે.
મોક્ષભાગી મુમુક્ષઓને ‘કીર્તન સાર સંગ્રહનું' આ પુસ્તક પ્રભુ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે સહાયરુપ બની રહો અંતરની એવી અભ્યર્થના.
-કોઠારી દેવકૃષ્ણદાસના જય સ્વામિનારાયણ


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support