Skip to product information
1 of 2

Kirtan Ras Katori

Kirtan Ras Katori

Regular price ₹10.00
Sale price ₹10.00 Regular price ₹10.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

Height : 18 cm

Width : 12.5 cm

વહાલા. સત્સંગી ભાઈઓને જણાવતાં ઘણો આનંદ થાય છે કે આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામી વગેરે સંતોનાં રચેલાં હજારો કીર્તનો આપણા સંપ્રદાયમાં જાણીતાં છે. તેને સંતો, હરિભક્તો અને અન્ય ભાવિકો હોંશથી શીખીને પ્રેમથી ગાયછે. એ સાંભળી આપણાં હૃદય પ્રફુલ્લિત થાય છે.
આમ છતાં વિવિધ રાગની કીર્તનભક્તિની ચાહનાવાળા કેટલાક ભક્તો હોય તેને કોઈ આધુનિક જેવા કે નાટકી કે ફિલ્મી ગાયન સાંભળીને અંતરમાં ઉછરંગ ઊભો થાય કે આવાં રાગનાં કીર્તનો આપણા સંપ્રદાયમાં હોય તો ઠીક.
આ મારા વિચારો અમારા ગામમાં રહેતા કણબી કુળભૂષણ પરમ ભગવદીય ઉગતા કવિ નરસિંહ લાખાભાઈ ડોબરિયાને જણાવ્યા.
આ વિચારોમાં શ્રીજી મહારાજે સાથ આપ્યો અને તે શુભ ચોઘડિયે શરૂઆત થઈ અને શ્રીજી મહારાજની દયાથી એક પછી એક કીર્તનો તૈયાર થવા માંડયાં.
કવિ નરસિંહભાઈ જૂનાગઢ તથા પંચતીર્થીમાં સંતો તથા હરિભક્તો ભેળા પીપલાણા આદિક-ગામોમાં ફર્યા અને વખતો વખત નરસિંહભાઈનાં કીર્તનો સમૂહમાં બોલાતાં તે સાંભળી સંતો તથા હરિભક્તો બહુ રાજી થયા અને તેમણે ભાવનાપૂર્વક જણાવ્યું કે આ કીર્તનોની ચોપડી છપાઈને
બહાર પડે તો ઘણા સત્સંગી ભાઈઓ લાભ લેતા થઈ જાય.
એક વખત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી કુંકાવાવ પધારેલા ત્યારે કવિ નરસિંહભાઈ સભામાં 'બાઈ વજી, સુણ વાત હમારી' એ તથા ‘ધન્ય વરતાલ લક્ષ્મીપતિ' આ બે કીર્તન ભાવથી બોલ્યા ત્યારે કીર્તનો ૧૦૮ પૂરાં કરી કીર્તનમાળા છપાવો. ત્યારે નરસિંહભાઈએ કહ્યું કે સ્વામી કીર્તનો તો હજુ અર્ધ સંખ્યામાં થયાં હશે ત્યારે શાસ્ત્રી મહારાજે કહેલું કે શ્રીજી મહારાજને સંભારીને કાવ્ય રચવાનું કાર્ય ચાલુ રાખો. શ્રીજી મહારાજની કૃપાથી થોડા સમયમાં કીર્તનો પૂરાં થઈ જશે. ઉપરના આશીર્વાદથી શ્રીજી મહારાજ પ્રત્યે ભક્તિમાં તથા કાવ્ય રચનાના ઉમંગમાં વૃદ્ધિ થતી જણાઈ અને કીર્તનો રચવાને વેગ મળ્યો. પછી તો થોડા સમયમાં (૧૦૮ આ બ્રહ્માંક એકસો ને આઠ) કીર્તનો પૂરાં થયાં ને ‘કીર્તન રસ કટોરી' પુસ્તિકા છપાવીને બહાર પાડી છે જેથી ઘણો સંતોષ થયો છે. વિશેષમાં કહેવાનું એ કે કવિ નરસિંહભાઈને નાનપણથી જ રાગરાગણી, કીર્તનભજન તથા રાસ-ડાંડિયારાસ પ્રત્યે બહુ ભાવના હોવાથી આ કીર્તન માળામાં જે ગરબી, ભજન તથા નાટકી ઢબનાં કીર્તનો આવેલ છે, તે બહુજ ઝડઝમક ને ચોટદાર માલૂમ પડે છે અને એ ઝાઝે ભાગે ચાર કે પાંચ ચરણનાં છે જેથી ગાયકને ગાવા-શીખવામાં તથા સમૂહને ઝીલવામાં કાયરતા ક્યારેય ન થાય એવાં છે. એની અંદર વર્ણન પણ એવા આવેલ છે કે સાંભળીને સાંપ્રદાયિક ભક્તોનાં તો હૃદય ખીલે એમાં તો કાંઈ શંકા નથી પણ અન્ય મતપંથી ભક્તોને પણ આ કીર્તનો વાંચવા, ગાવા કે સાંભળવાની ચાહના થાય એવો નિર્મળ રસ આ કાવ્ય-કીર્તનોમાંથી વહી રહ્યો છે. જેનો સ્વાદ તેના પ્યાસીઓ પારખી અનુભવમાં ઉતારશે અને મનુષ્ય જન્મ સાર્થક કરશે એવી આશા રાખું છું. -લખમણ ભાણજી-સહજાનંદી (મોટી કુંકાવાવ)

View full details

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
  • Return & Exchanges*

  • 100% Secure Payments

  • Customer Support

1 of 3