Kavya Kunj
Kavya Kunj
Couldn't load pickup availability
Weight : 96.0 g
Height : 18 cm
Width : 12.5 cm
સત્સંગના રત્ન સમા અ. નિ. પ.ભ. કવિ શ્રી ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસે રચેલાં કાવ્ય સંગ્રહની આ બીજી આવૃત્તિ છપાવી પ્રસિદ્ધ કરતાં અમે ઘણો આનંદ અનુભવીએ છીએ.
શ્રી ત્રિભુવનભાઈમાં કવિત્વ શક્તિ ભગવાનની કૃપામય- બક્ષીસરૂપે સ્વાભાવિક હતી; અને તેમનાં કાવ્યો સરળ છતાં ભાવ- વાહી, અર્થપૂર્ણ અને પ્રેરણાદાયી છે. પ્રાર્થના, સ્તુતિ, અષ્ટકે તથા ઉપદેશાત્મક, અને પ્રેરણાત્મક થાય એવાં તેમનાં રચેલાં અનેક કાવ્યો સદ્વિદ્યા માસિકમાં પ્રસિદ્ધ થયાં છે તે તથા કેટલાંક અપ્રસિધ્ધ કાવ્યો પણ હતાં તે આ પુસ્તિકમાં પ્રગટ કરવામાં આવ્યાં છે, જે સર્વે દેવીજનોને જરૂર ઉપયોગી થશે. હૃદયના ઊંડાણુમાંથી ઉદ્દભવેલી એમની કાવ્યકૃતિઓ, સાહિત્યક્ષેત્રે અનેરી ભાત ઉપસાવે છે, વાંચકવૃંદને સ્પર્શી જાય છે.
તેઓ કાવ્યો રચવા ખાતર રચતા નહિ, તેમ તેની પાછળ આર્થિક કે યશ એષણા જરાય ન હતાં, પણ કેવળ નિષ્કામ ભાવે પ્રભુએ આપેલી શક્તિનો સદુપયોગ સમાજને નીતિ ભકિત અને પ્રભુ પ્રાપ્તિના માર્ગે વાળવામાં કર્યો છે. એ એક તેમની નોંધપાત્ર વિશિષ્ટતા છે. વધુમાં તેમનું જીવન પણ સદ્દવર્તનશીલ, ને શ્રીજીના સિધ્ધાન્તાનુસાર સેવા પરાયણ હતું. તેમણે સદાય સત્સંગના ઉત્કર્ષનું મુખ્ય ધ્યેય રાખી રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના પ્રારંભથી તેના વિકાસની વિવિધ પ્રવૃત્તિ- એમાં જે નિષ્કામ સેવા અર્પી છે તે અવર્ણનીય છે. અને તેથી તેમની શાશ્વત સ્મૃતિરૂપ આ કાવ્ય કૃતિ સંગ્રહને ગુરુકુલ તરફથી પ્રસિધ્ધ કરતાં કૃતકૃત્યતા અનુભવું છું.
તેમનાં આ કાવ્યોનું સંપાદન સ્વામી લક્ષ્મીનારાયણદાસ તથા ૫. ભ. મહેન્દ્રભાઈ શેલતે કર્યું છે ને સ્વામી લક્ષ્મીનારાયણદાસે તથા પાર્ષદ વશરામ ભગતે પ્રુફ તપાસવાની સેવા બજાવી છે, તે બદલ તેઓને સત્સંગ સેવાનું વિશેષ બળ મળે એવા શુભાશીર્વાદ.
ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપાથી પ્રસિધ્ધ થયેલી આ પુસ્તિકાની આ બીજી આવૃત્તિ મુમુક્ષુને શ્રીજીના સર્વજીવહિતાવહ સંદેશાના અનુપાલનમાં પ્રેરણાત્મક બની રહે એજ અભ્યર્થના !
-શાસ્ત્રી ધર્મજીવનદાસના જય શ્રી સ્વામિનારાયણ


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support