Kadi Visharay Nahi
Kadi Visharay Nahi
Couldn't load pickup availability
Weight : 63.0 g
Height : 12.5 cm
Width : 18.5 cm
જય શ્રી સ્વામિનારાયણ
બાળકોને અવનવું જાણવાની વૃત્તિ ઘણી તીવ્ર હોય છે. તેમની આંખ નવું જોવાને તલસતી હોય છે. તેમના કાન નવું સાંભળવા આતુર હોય છે. તેમને સત્સંગના નિર્મળ વાતાવરણમાં હછરીને સંસ્કારોનું સિંચન કરવું જોઈએ. આ કલુષિત વાતાવરણથી બાળકોને બચાવીએ તો સારુંએવું પરિણામ લાવી શકાય છે. તેમનામાં ધર્મ અને સત્સંગ પ્રત્યે શ્રધ્ધા જન્મે અને જીવનભર ટકી રહે એવું પવિત્ર સંસ્કારમય વાતાવરણ ઉભું કરીએ તો સાચું હિત સાધી શકાય છે. કારણ કે બાળકોની વૃત્તિ કોમળ હોય છે. બાળકો સ્વભાવથી જ અનુકરણશીલ હોય છે. તેમનામાં સારા સંસ્કાર આપવાનું પ્રથમ કામ માતા-પિતાનું અને પછી શિક્ષકોનું છે. જે કાંઈ આપણે બાળકોને શીખવવા માંગીએ છીએ તે આપણે પોતે આચરણમાં મૂકીને બ તાવવું જોઈએ. સારા સંસ્કારી બાળકો બનાવવા ઈચ્છતા માતા-પિતા માટે આ નિયમો અનિવાર્ય બની રહે છે.
ઘરનાં ધાર્મિક અને નિતીયુક્ત વ્યવહાર બાળકોમાં ઉચ્ચ સંસ્કાર જન્માવે છે. શાળાઓ કે કેળવણીનો વિકાસ થયો ન હતો ત્યારે પણ એક અભણ માતા એ પ્રભુ ભક્તિને લગતા પદો, પ્રભાતિયા, ભજનો, ગીતો, કહેવતો, હાલરડાઓ અને સદાચારના નિયમોની મદદથી અને પોતાનાં પવિત્ર જીવનથી બાળકોમાં ઉચ્ચ સંસ્કાર આપ્યા હતા. બાળકોમાં ધૂન, ભજન, તિલક-ચાંદલો, કંઠી વગેરે વિષે થતી આશંકાઓનું સમાધાન થાય અને ભગવાન સ્વામિનારાયણના મૂળભૂત સિદ્ધાંતોને સમજે અને તેમના જીવનમાં ઉતારે એ માટે “ આપણો સંસ્કાર વારસો " એ પુસ્તિકા તૈયાર કરી છે. અને તેમની જિજ્ઞાસાવૃત્તિને સંતોષવા માટે તેમનાં માતા-પિતાની મદદથી આવી સારી પુસ્તિકાઓનું વાંચન કરશે તો તેમને થતી આશંકાઓ આપો આપ શમી જશે. અને વિશેષ જીજ્ઞાસા જાગશે તેથી તે આપણા અન્ય જે ધર્મગ્રંથો તેનું તે વાંચન કરશે તેમનાં જીવનમાં વિનય, વિવેક અને સેવા જેવાં ગુણો આવશે તેથી તે તેમનાં માતા-પિતાને, કુંટુંબીઓને, સમાજને, સત્સંગને અને દેશને ઉપયોગી થશે. એવા શુભઆશયથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટનાં પ.પૂ. જોગી સ્વામીના શુભ આશીર્વાદ થી અને પ.પૂ. સદ્.મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી, પ.પૂ. સદ શાસ્ત્રી શ્રી માઘવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આ પુસ્તિકાનું સંકલન સાધુ વિશ્વસ્વરૂપદાસજીએ કર્યું અને પુસ્તક તૈયાર કરવા માટેની સેવા સાધુ શ્રીરંગદાસજીએ કરી છે. બંને સંતોને વિશેષ
સત્સંગ સેવા કરવાનું બળ આપે એવી શ્રીજી મહારાજનાં ચરણોમાં પ્રાર્થના. આ પુસ્તિકા આબાલ, વૃદ્ધ સૌ કોઈને ઉપયોગી થશે એ માટે આ પુસ્તિકા પ્રસ્તુત કરતાં આનંદ અનુભવીએ છીએ.
સંસ્કારવાંછુ બાળકો અને યુવાનો જીવનમાં ઉતારી સુદ્રઢ બનાવી સાચા અર્થમાં લ્હાવો લેશે. એવી અપેક્ષા સાથે આ પુસ્તિકા આપના કરકમળમાં મૂકીએ છીએ. પુરાણી ધર્મવલ્લભદાસનાં ઘણા હેતપૂર્વક જય સ્વામિનારાયણ
(સુરત ગુરુકુલ)


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support